49 કોમર્શીયલ મિલકતો ટાંચમાં લેતુ મનપા

ત્રણેય ઝોન 18 વોર્ડમાં વેરા વિભાગની મહા રિકવરી ઝુંબેશ વધુ

રાજકોટ તા.27
મનપાના વેરા વિભાગ દ્વારા એક લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના આસામીઓની મિલ્કત સીલ કરવા તેમજ મિલ્કત જપ્તીની નોટીસ આપવાની રીકવરી ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજરોજ સેન્ટ્રલ ઝોનમાં ચાર મિલ્કત સીલ 15 મિલ્કત ટાંચમાં લેવામાં આવેલ. વેસ્ટ ઝોનમાં 19 મિલ્કતોને જપ્તીની નોટીસ અને ઇસ્ટ ઝોનમાં 15 મિલ્કતને જપ્તીની નોટીસ સહિત ત્રણેય ઝોનમાં ચાર મિલ્કત 49 મિલ્કતો ટાંચમાં લઇ સ્થળ ઉપર રૂા.32.90 લાખની વસુલાત હાથ ધરી હતી.
વેરા વિભાગ દ્વારા વોર્ડ નં- 3 માં પરા બજારમાં 6- યુનિટને નોટીસ આપેલ
તથા રીકવરી રૂ.90,000/- વોર્ડ નં- 7 સોની બજારમાં આવેલ જયશ્રી જ્વેલર્સ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.75,199/- ૅકે.સી. ચેમ્બર ના સેલર યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. સોની બજારમાં 10-યુનિટને નોટીસ આપેલ. મોરબી રોડ પર આવેલ શિવ શક્તિ ઓટો મોબાઇલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.50,000/- સતનામ પાર્કમાં2-યુનિટ્ના બાકી સામે રીકવરી રૂ.40,000/- કુવાડવા રોડ પર આવેલ અંબા ભંગાર યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.41,000/- પરશુરામ ઇન્ડ. માં આવેલ બાલાજી કાસ્ટીંગ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.61,000/- ભાવનગર રોડ પર આવેલ સિલવર નેસ્ટ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.53,600/- હાથ ધરી હતી.
કાલવાડ રોડ પર
આવેલ સિલ્વર કોઇન માં આવેલ શોપ નં.101 અને 102 -યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.41,644/- મવડી વિસ્તારમાં 5 -યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.2,20,000/- મવડી વિસ્તારમાં આવેલ આશ્રય બંગલોઝ માં 1 -યુનિટના બાકી


માંગણા સામે રીકવરી રૂ.40,000/- લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલા આર્કેડ શોપ નં.106 ના બાકી માંગણા સામે રીકવરી રૂ.60,000/- ગોંડલ રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2,70,000/- ભક્તિનગર
કો.ઓ.હા.સો. ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,19,562/- ભક્તિનગર સર્કલ પાસે આવેલ 5-યુનિટને નોટીસ આપેલ. જીલ્લા ગાર્ડન પાસે આવેલ જ્યોતિ પ્રોસેસના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.68,527/- અટીકા ઇન્ડ. એરીયામાં 6-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2,00,000/- હાથ ધરી હતી.
નહેરુનગરમાં 1-યુનિટને સીલ મારેલ. 80 ફૂટ રોડ પર 1-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી
1,00,000/- વરુણ ઇન્ડ. એરીયામાં 8-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1,90,000/- સે.ઝોન દ્વારા 4-મિલ્કતોને સીલ મારેલ 15- મિલ્કતોને નોટીસ આપેલ તથા રીક્વરી રૂ.13,00,000/- વેસ્ટ ઝોન દ્વારા 19 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.9,00,000/- ઇસ્ટ ઝોન દ્વારા 15 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.10,90,000/- આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 4-મિલ્કતોને સીલ મારેલ છે તથા 49 -મિલ્કતોને નોટીસ આપેલ તથા રીકવરી રૂા.32.90 લાખ રીકવરી કરેલ છે. તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, કૌશિક ઉનાવા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ