બેડી યાર્ડમાં દલાલરાજ ખતમ, દલાલ એસો.નો સંકેલો

પોલીસદમન, ગાંડીવેલ અને મચ્છરના મુદ્દે લડતમાં અંદરો-અંદર રાજકારણ ખેલાઇ ગયું

દલાલ એસો.ના પ્રમુખ અતુલ કમાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાનું રાજીનામુ
યાર્ડ પુન: શરૂ કરવા દલાલ ઓફિસને સીલ કરાયા બાદ દલાલ એસોસીએશનમાં રોષ

રાજકોટ તા.27
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દલાલ રાજ ખતમ, મચ્છરોના ડંખથી શરૂ થયેલો ડખ્ખો રાજકીય બન્યો હતો. યાર્ડના સતાધીશો અને કમીશન એજન્ટો વચ્ચે થયેલો આક્ષેપબાજી બાદ યાર્ડના સતાધીશો આકરા પાણીએ થયા હતા.
સતાધીશોએ યાર્ડમાંથી દલાલ ઓફીસને તાળા મારી દેતા દલાલ ઓફીસનો સંકેલો કરાયો છે અને એજન્ટ એસો.ના
પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામા ધરી દીધા હતા.
યાર્ડમાં મચ્છરના ત્રાસથી વેપારીઓ, ખેડૂતો, મજુરો અને દલાલો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દમન બાદ યાર્ડ સજ્જડ બંધ પાળવામાં
આવ્યું હતું. જેમાં કેસ પાછા ખેંચાયા બાદ જ યાર્ડ શરૂ કરવામાં આવશે તેમ મક્કમ રહેતા અને યાર્ડના સતાધિશોને વિશ્ર્વાસમાં લઇ આ આંદોલન કરવામાં આવ્યું હતું તેવા નિવેદન આપતા સતાધીશો અને એજન્ટો સામસામે આવી ગયા હતા અને સમગ્ર મુદ્દો રાજકીય બની ગયો હતો.
15 દિવસથી ચાલતી હડતાલમાં અંત નહીં આવતા યાર્ડના સતાધીશોએ તમામ વેપારીઓને લાયસન્સ જમા કરવાનું કહેતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. જો કે
બાદમાં વેપારીઓ પણ સમજી જતા ગઇકાલે હડતાલનો સંકેલો કરતા યાર્ડ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
યાર્ડના સતાધીશો અને એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ રાજાણીએ એકબીજા ઉપર આક્ષેપ કર્યા હતા અને
સતાધીશોએ અતુલ કામાણીને કોઇનો હાથો બન્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તો અતુલ કામાણીએ પણ કહ્યું હતું કે યાર્ડના સતાધીશોના વિશ્ર્વાસના કારણે આંદોલન કરવામાં આવ્યા હતા તે આક્ષેપ વધુ ઉગ્ર બન્યા


હતા. 15 દિવસ હડતાલ ચાલી હતી.
કમીશન એજન્ટો દ્વારા યાર્ડના વેપારી, મજુરો અને ખેડૂતોને ભડકાવતા હોવાથી યાર્ડમાંથી દલાલરાજ ખતમ કરવા માટે યાર્ડના સતાધીશો દ્વારા દલાલ ઓફીસને સીલ કરી સંચાલન
યાર્ડના હસ્તક લેતા બેડી યાર્ડમાંથી દલાલ રાજ ખતમ કરવામાં આવ્યું છે. રાજકોટ બેડીયાર્ડ સૌરાષ્ટ્રનું એકમાત્ર યાર્ડ હશે. જેમાં હવે દલાલરાજ ખતમ થયું છે. ર્યા સંચાલન પોતાના હાથમાં લેતા દલાલ એસો.ના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામા આપી દીધા છે.

યાર્ડની હડતાલ સમેટાય છે સાથે દલાલ ઓફીસને પણ તાળા મારી દીધા છે. આ થવાથી યાર્ડના વેપારીઓ, મજુરો અને ખેડુતોમાં આનંદ જોવા મળે છે. દલાલરાજ ખતમ થવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેશે અને મારા વેપારીઓ પણ ખુશ થયા છે તેમજ મારા વેપારીઓ ઉપર થયેલ કેસ પાછા ખેચાય તે માટે હું તેમની સાથે જ છું. યાર્ડની શાન ખેડૂતો અને મારા વેપારીઓ છે તેમને કયારે દુ:ખી થવા દેવામાં નહીં આવે તેમ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું.

કમીશન એજન્ટ એસોસિએશનના પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે હું હંમેશા વેપારીઓ, ખેડુતો અને મજુરોના હિતનો અવાજ બનીશ. મારી જરૂર હશે ત્યાં રજૂઆત કરીશ. તેમના હક માટે લડીશ. યાર્ડની ચૂંટણી બાબતે કહ્યું હતું કે હાલ મારો કોઇ ઇરાદો ચૂંટણીમાં ઝંપલાવવાનો નથી પણ તમારે આગળ વધવું છે તો જમ્પ મારવા માટે બે ડગલા પાછળ હટવું પડે તેમ કહી ચૂંટણી તરફ આડકતરી રીતે ઇશારો કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ