પી.ડી.માલવિયા કોલેજમાં વસંતભાઈ માલવિયા સ્મૃતિ વ્યાખ્યાનમાળા યોજાશે

સ્વ.વસંતભાઈ પોપટભાઈ માલવિયાની પૂણ્ય સ્મૃતિમાં…

રાજકોટ તા,27
રાજકોટ નગર શ્રેષ્ઠી, ઉમદા વિચારક, અભ્યાસુ વાચક, શિક્ષણશાસ્ત્રી, દાનવીર અને પી.ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સ રાજકોટના સંચાલક મંડળ સાંસ્કૃતિક શિક્ષણ સમાજના પૂર્વ પ્રમુખ સ્વ.વસંતભાઈ પોપટભાઈ માલવિયાની પૂણ્ય સ્મૃતિમાં વર્ષ 2020ની વસંતભાઈ માલવિયા સ્મૃતિ વ્યાખ્યાન માળા શરુ કરવામાં આવનાર છે.
ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ જગતની શ્રેષ્ઠ પરંપરાઓ અને ઉત્તમ મુલ્યોનો વારસો ધરાવતા હોય તેવા શિક્ષિત યુવાનો સમાજને અર્પણ કરવા માટે પ્રતિબદ્ધ સાંસ્કૃતિક શિક્ષણ સમાજ દ્વારા શરુ કરાયેલ આ
વ્યાખ્યાનમાળાના પ્રથમ મણકાનું આયોજન તા.06-03ને શુક્રવારે સાંજે 5:00થી 7:00 કલાક દરમિયાન પી.ડી.માલવિયા
કોલેજ ઓફ કોમર્સ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક અને વ્યવસાયિક જગતને સમકાલીન
મુદ્દાઓ વિશે રાજકોટના સુજ્ઞ બૌદ્ધિક નાગરિકો, તજજ્ઞો, ચિંતકો, વ્યવસાયિકોને અને ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણશાસ્ત્રીઓ, આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એક મંચ પર સાથે રહી સહચિંતનથી સંવાદ કરે અને તેનો અંતિમ લાભ સમાજને મળે તેવા ઉત્તમ હેતુથી શરુ કરાયેલ આ વ્યાખ્યાનમાળામાં ઉપક્રમમાં પ્રથમ વ્યાખ્યાન વિશ્ર્વવિખ્યાત ભાગવતાચાર્ય અને વૈદિક શિક્ષણ પરં5રાના ઋષિગુરુ


પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા જવાબદાર યુવાપેઢીના નિર્માણ માટે શિક્ષણ જગતની ભૂમિકા વિષય પર પોતાનું મનનીય વ્યાખ્યાન આપશે.
આ વ્યાખ્યાનમાળાના શુભારંભે સાંસ્કૃતિક અને મુલ્યનિષ્ઠ શિક્ષણ
સિંચન હેતુથી સંસ્થાકીય પર્યાવરણમાં વર્તમાન સમયની માગ અનુસાર અનિવાર્ય વિદ્યાર્થીલક્ષી માળખાકીય અને પ્રવૃતિલક્ષી સુવિધાઓ જેવી કે ગ્રંથાલયનું ડિઝીટલાઝેશન, કોમ્પ્યુટર લેબોરેટરીનું આધુનિકરણ, મધ્યસ્થ ખંડ બેઠક વ્યવસ્થા, એનસીસી નેવલ યુનિટની સ્થાપના, એનસીસી ગર્લ્સ યુનિટની સ્થાપના જેવા કાર્યોનું વિદ્યાર્પણ જુન 2020માં પ્રવેશ લેનાર પ્રથમ 108 વિદ્યાર્થિની બહેનોને 6 સેમેસ્ટર માટે નિ:શુલ્ક વિદ્યાભ્યાસ માટે સેવા સંકલ્પ ધારણ કરવાનો નિર્ધાર સાંસ્કૃતિક શિક્ષણ સમાજ - રાજકોટના સર્વે ટ્રસ્ટીઓના પ્રતિનિધિરૂપ પ્રમુખ ઘનશ્યામભાઈ હેરભા જાહેર કરશે.
આ વ્યાખ્યાનમાળાના
શુભારંભ પ્રસંગે રાજકોટ શહેરના સર્વે પ્રબુદ્ધ અને રસ ધરાવતા નાગરિકોને જ્ઞાનયજ્ઞના લાભાર્થી થવા સાંસ્કૃતિક સમાજ રાજકોટના પ્રમુખ ઘનશ્યામભાઈ હેરભા, સર્વે ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય અનુરોધ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ