ટેક્નોલોજીએ યુવા પેઢીને બગાડી છે: વૈજ્ઞાનિક મીનલ સંપટ

રાજકોટ તા.27
ઇસરોનાં સીસ્ટમ એન્જીનીયર, મંગળ મિશનના વૈજ્ઞાનિક, યંગ સાયન્ટીસ્ટ મેરીટ એવોર્ડના વિજેતા અને સીએનએન દ્વારા વુમન ઓફ ધ યર ઇન 2014 ના એવોર્ડ વિજેતા મીનલ સંપટનું માનનીય વ્યાખ્યાન એવીપીટીઆઇ અને વીવીપી ઇજનેરી કોલેજનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત ઇસરો પ્રદર્શન એન્ડ સાયન્સ કાર્નિવલ 2020 અંતર્ગત શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં વિવેક હોલ ખાતે આયોજીત કરવામાં આવ્યું હતું. મીનલબેન સંપટ છેલ્લા ઘણા વર્ષોથી ઇસરો સાથે સતત કાર્યરત છે. માર્સ ઓરબીટ મિશન દરમ્યાન શનિવાર કે રવિવારની કે પછી નેશનલ રજાઓની પણ પરવા કર્યા વિના સતત બે વર્ષ તેઓ આ મિશન માટે કાર્યરત રહ્યા છે. 2014 નાં વર્ષમાં સીએનએનનો વુમન ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. આવા તજજ્ઞ વ્યાખ્યાતાને સાંભળવા માટે રામકૃષ્ણ આશ્રમ-રાજકોટનાં પ્રમુખ નિખિલેશ્ર્વરાનંદજી, રાજકોટનાં શિક્ષણવિદો અને શિક્ષણ સાથે એક યા બીજી રીતે સંલગ્ન જાણીતા મહિલા આગેવાનો નીલામ્બરીબેન દવે, પૂર્વ મેયર ડો.દર્શિતાબેન શાહ, લીલાબેન શુકલ, વંદનાબેન ભારદ્વાજ, કાશ્મીરાબેન નથવાણી, એવીપીટીઆઇના આચાર્ય ડો.એ.એસ.પંડયા તથા વીવીપીનાં આચાર્ય ડો.જયેશ દેશકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મંગળ મિશન માટે સતત 18 કલાક કાર્ય કરનાર તથા બે વર્ષમાં એકપણ રજા ન લેનાર વૈજ્ઞાનિક મીનલ સંપટે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું
કે પરીક્ષા માટે તૈયાર રહો જીવનમાં ધ્યેય જરૂરી છે. તેઓએ પોતાની કારકીર્દીની યાત્રા વર્ણવતા જણાવેલ કે તેઓ લોકોની સેવા કરવા માટે ડોકટર બનવા ઇચ્છતા હતા પરંતુ મિસાઇલ લોન્ચ પ્રકલ્પ જોઇ તેઓ વૈજ્ઞાનિક બન્યા. સ્ત્રી-પુરૂષ વચ્ચે કોઇ ભેદભાવ નથી. બન્ને પાસે સમાન શક્તિઓ અને મગજશક્તિ છે. મગજથી શક્તિશાળી બનો, શરીર સાથ આપશે બીજાની ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો. તમારી અંદરની આગ દ્વારા પ્રેરણા લો અને આગળ વધો. દેશની સેવા કરો આપણે દેશ પાસેથી ઘણુ લીધુ છે વિચારીએ કે પરત કેમ આપીશું ? દેશભક્ત બનો દેશની માટીને આદર આપો, લોહી સિંચો. ટેકનોલોજીએ યુવા પેઢીને બગાડી છે, સર્જનશક્તિ ખલાસ થઇ ગઇ છે, અન્ય


દેશો આપણા સ્વપ્નને કાબુમાં રાખી રહ્યા છે. જ્ઞાન મેળવવા ઝંખના કરો. માત્ર અભ્યાસક્રમ પૂરો કરવા પર ધ્યાન ન આપો. તેઓએ ઇસરો પ્રોજેકટ અને ઇસરો સેટેલાઇટ વિશે માહિતી આપતાં કહ્યું કે ડોકટર દર્દી સાથે
સેટેલાઇટ દ્વારા જોડાઇ શકે છે. ટેલી-કોમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા જોડાઇ શકે છે. એન્જીનીયર તેને મૂર્તિમંત કરે છે. ભારતીયોને આળસુ કહેવામાં આવે છે, આપણામાં આગ નથી, સમર્પણની ભાવના નથી, શીખવાની - જ્ઞાનની ભૂખ નથી.
વૈજ્ઞાનિક બનો, જ્ઞાનને પ્રેકટીકલમાં પરીવર્તિત કરો. જે ક્ષેત્ર પસંદ કરો, તેમાં શ્રેષ્ઠ બનો.
આપણે ચલચિત્રમાં લોજીક મુકીએ છીએ. ગણિતમાં નહિ, આવી આપણી માનસિકતા છે.
તેઓએ
ઇસરોમાં કારકીર્દી બનાવવા માટે શૈક્ષણિક લાયકાત અને પ્રક્રિયાની માહિતી આપી હતી.
રસપ્રદ પ્રશ્ર્નોતરીમાં તેઓએ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, મંગળ મિશનનું ચલચિત્ર, વુમન
એમ્પાવરમેન્ટ, ફીઝીકસ રીસર્ચ લેબોરેટરી, હ્યુમન ઇન સ્પેસ, બીગ બેંગ થીયરી, એસ્ટ્રો બાયોલોજીસ્ટ, નેનો ટેકનોલોજી
વગેરે વિષયો પર તલસ્પર્શી જાણકારી આપી હતી.
તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમે
સપના જુઓ છો ? સપના સાકાર થાય છે ? સપના સાકાર કરવા દરેકને સ્વપ્ન હોવું જરૂરી છે. ઇસરો માય ડ્રીમ વિષય પર વાત કરતાં તેઓએ જણાવેલ કે રામકૃષ્ણ આશ્રમ પાસેથી પસાર થતાં વિચારેલ કે હું રામકૃષ્ણ આશ્રમમાં આવીશ, પરંતુ આટલી પ્રસિધ્ધિ અને તજજ્ઞ તરીકે એવું નહોતું વિચાર્યુ. પોતાના મનમાં પ્રશ્ર્નોતરી ચાલુ રાખવી માત્ર અસ્તિત્વ માટે જીવવું છે ? સમાજ માટે કંઇ કરવું છે ? દેશની સેવા કરો, દેશમાં કામ કરો. એ જ સાચો સંકલ્પ છે. ભૌતિક સંપતિ માટે નહિ, દેશની સેવા માટે વિચારો. ખીચોખીચ ભરાયેલ હોલમાં મીનલ સંપથના વ્યાખ્યાને તમામ વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિતોને રસતરબોળ કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ