દમણથી વિમલના બે થેલામાં દારૂ લઇ આવેલો પરાપીપળીયાનો શખ્સ ઝડપાયો

રાજકોટ તા.27
શહેરમાં બેફામ બનેલા બુટલેગરો ઉપર પોલીસ ખાસ વોચ રાખી રહી છે ત્યારે ગાંધીગ્રામ પોલીસે બાતમી આધારે પરાપીપળીયાના શખ્સને કેકેવી ચોક પાસેથી દારૂની 18 બોટલ અને 72 ચપલા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટમાં બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી અહેમદ, ડીસીપી જાડેજા, એસીપી દિયોરાની સૂચનાથી ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળાના
માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે એમ ભટ્ટ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ગોપાલભાઈ પાટીલ, દિગ્વિજયસિંહ ગોહિલ અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે ખોડુભા જાડેજા, હાર્દિકસિંહ પરમાર,


વનરાજબીહ લાવડીયા, કનુભાઈ બસીયા અને અમીનભાઈ કરગથરાને સાથે રાખીને કેકેવી ચોકમાં જી ટી શેઠ હાઈસ્કૂલ પાસેથી વિમલના બે થેલા લઈને ઉભેલા શખ્સને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પરાપીપળીયા એકતા
સોસાયટીમાં રહેતો અને રીક્ષા ચલાવતો અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ હોવાનું જણાવતા થેલાની જડતી લેતા તેમાંથી દારૂની 18 બોટલ અને 72 ચંપલા મળી આવતા 14,400નો દારૂ કબ્જે કરી પૂછપરછ કરતા તે દમણથી દારૂ લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી આ શખ્સ અગાઉ એક હત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

રિલેટેડ ન્યૂઝ