રાજકોટના અનેક કલાકારને પ્રતિભાનું પ્લેટફોર્મ પુરી પાડતી અર્બન ગુજરાતી ફિલ્મ “રિઝવાનભારતના 1200 થિયેટરમાં કાલે રિલિઝ

રાજકોટ,તા.27
"રિઝવાન ફિલ્મ રિઝવાન અડાતિયયાના વાસ્તવિક જીવન આધારિત છે, જે આફ્રિકામાં જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારિ સમાજ સેવક છે. રિઝવાન આગામી 28 ફેબ્રુઆરી 2020ના રોજ રજુ થવાની તૈયારીમાં છે. ઓટોગ્રાફ એન્ટરટેઇમેન્ટ અને રિઝવાન અડાટિયા પ્રોડકશનન્સનના સહયોગથી, આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન હરેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે.
એક સાચી કથા પર આધારીત ફિલ્મ કે જેની
આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ એક પ્રમાણિક સજજનના જીવનનો ગ્રાફ દર્શાવે છે. અને તે ચોકકસપણે દરેક વય જુથના લોકોને પ્રેરણા આપશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ જાણીતા લેખક ડો. શરદ ઠાકરે, લખી છે. અભિનેતા વિક્રમ મહેતા, કેયુરી શાહ, રાજકોટના ભાર્ગવ ઠાકર, જલ્પા ભટ્ટ, ચિરાગ કથરેચા, તેજ જોશી, અદ્વૈત અંતાણી ઉપરાંત ગૌરવ ચાંસોરિયા, દિગીષા ગજજર, સોનું મિશ્રા, સાગર મસરાણી, હિતેશ રાવલ ફિલ્મના મુખ્ય પાત્રો બહાર આવ્યા છે.
નિર્દેશક કારકિર્દી દરમિયાન આને સીમાચિહ્નરૂપ પ્રોેજકટ તરીકે દર્શાવતા, ફિલ્મ રિઝવાનના નિર્દેશક હરેશ વ્યાસ કહે છે, "રિજવાન ફિલ્મના પ્રસંગને તમે રૂપેરી પડદે જોશો તે મારા માટે


એક સપનું હતું. જે હવે સાકાર થયું છે. અને હું સ્વાભાવિક રીતે ખુબ જ ખુશ છું. અને આ હકીકત પર ગર્વ અનુભવું છું. અમે આ ફિલ્મ સાથે સંપૂર્ણ ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મમાં શ્રી રિઝવાન આડતીયાની
ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રમ મહેતા કહે છે, " બાબતે મને ગર્વ થાય છે કે આ ફિલ્મમાં રિઝવાન આડતીયાની ભૂમિકા નિભાવવા માટે મને પસંદ કરવામાં આવ્યો. ડિરેકટર હરેશ વ્યાસના મનમાં પાત્ર બનવા માટે મેં ખુબ જ તણાવપૂર્ણ અને મુશ્કેલ ઓડિશન આપ્યું જો કે, એકવાર પસંદ કર્યો પછી મેં રિઝવાન અડા તિયા વિશેની માહિતી એકત્રિત કરી જે ઉપલબ્ધ અને શકય હતી.
ત્રણ અલગ અલગ દેશો કોંગો મોઝામ્બિક અને ભારતમાં શૂટ
થયેલી આ ફિલ્મમાં થ્રિલ અને ડ્રામા પણ છે. આવતિકાલે ગુજરાત સહિત ભારતભરના 1200થી વધારે સિનેમા ઘરોમાં રિલિઝ થશે.

રિલેટેડ ન્યૂઝ