હનીટ્રેપ, મારામારી, દારૂના ગુનાઓમાં પકડાયેલ શખ્સને દેશી પિસ્તોલ, 3 કાર્ટીસ સાથે દબોચી લેતી ડીસીબી

રાજકોટ તા.27
રાજકોટમાં ગેરકાયદે હથિયારોનું વધતું દુષણ ડામવા પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે ડીસીબીના સ્ટાફે બાતમી આધારે હનીટ્રેપ, મારામારી, દારૂ સહિતના ગુનાઓમાં પકડાયેલા જસદણના શખ્સને દેશી પિસ્તોલ, 3 કાર્ટીસ સાથે દબોચી લઇ તેને હથિયાર આપનાર જસદણના ભૈયાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે
શહેરમાં ગેરકાયદે હથિયારોના ઉપયોગ ઉપર સદંતર રોક લગાવવા પોલીસ કમિશ્નર
અગ્રવાલ, જેસીપી અહેમદ, ડીસીપી સૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વિજયસિંહ ઝાલા, એએસઆઇ જયેન્દ્રસિહ પરમાર, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઈ મેવાડા, એભલભાઈ બરાલીયા, સોકતભાઈ ખોરમ સહિતનાઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન જયુભા પરમાર, હરદેવસિંહ અને એભલભાઈને ખાનગીરાહે હકીકત મળી હતી કે કોઠારીયા ગામ પાસે ખોખડદડ


જવાના રસ્તે એક શખ્સ ઉભો છે જેની પાસે હથિયાર છે આ બાતમી આધારે વોચ ગોઠવી શંક્સ્પદ ઈસમને સકંજામાં લઇ નામઠામ પૂછતાં જસદણ મફતિયાપરામાં રહેતો વારિસ ઉર્ફે લાલો રાજાકભાઈ માલવિયા જાતે ઘાંચી જણાવતા
તેની જડતી લેતા તેની પાસેથી દેશી પિસ્તોલ અને 3 જીવતા કાર્ટીસ મળી આવતા 10,300નો મુદામાલ કબ્જે લઇ પૂછપરછ કરતા પોતે શોખ ખાતર આ હથિયાર જસદણના અતુલ ભૈયા પાસેથી લીધું હોવાની કબૂલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે આ શખ્સનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા તે અગાઉ યુનિવર્સીટી, માલવીયાનગર, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપના ગુનામાં, યુનિવર્સીટી અને માલવિયાનગરમાં ચીલઝડપના ગુનામાં અને આટકોટમાં દારૂ તથા મારામારીના કેસમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે .

રિલેટેડ ન્યૂઝ