‘ખતરા’ પહેલા 33 અધિકારીઓને ડિઝાસ્ટરની તાલીમ

ગુજરાતમાં કુદરતી આફતનો સરકારી અંદેશો ? ઓચિંતી તાલીમ ગોઠવતા તર્કવિતર્ક

પ્રથમ વખત સાત આઇએએસ તાલીમ લેશે: સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના 14 અધિકારીઓનો સમાવેશ

રાજકોટ તા.27
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં કુદરતી આફતનું સંકટ હોવાનો સરકારી અંદેશો મળી રહ્યો છે. આથી સરકારે અત્યારથી જ સાવચેત થઇ આગોતરી તૈયારી શરૂ કરી પ્રથમ વખત આઇએએસ સહિત રાજ્યના 33 અધિકારીઓ માટે બે દિવસની ડિઝાસ્ટર રીસ્ક મેનેજમેન્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં આગામી તા.4 અને 5 માર્ચના રોજ ગુજરાત ઇન્સ્ટીટયુટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના
કેમ્પસમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 14 અધિકારી સહિત અલગ-અલગ જીલ્લાના 33 અધિકારીઓના હુકમ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના દરીયાકાંઠા


વિસ્તારના 14 અધિકારીઓમાં ખંભાળીયાના આસી. કલેકટર ગર્વ દિનેશ રમેશ, ભૂજના આસી. કલેકટર મનીષ ગુરવાણી, હળવદના આસી. કલેકટર ગંગાસીંધ, ધ્રોલના પ્રાંત અધિકારી એચ.પી.જોશી, જામનગરના એચ.એમ.સોલંકી,
માણાવદરના ડો.વિપુલ સાકરીયા, વિસાવદરના તુષાર જોશી, કેશોદના આર.ડી.સરવૈયા, દ્વારકાના નિહાર લેટારીયા અને ઉનાના એમ.કે.પ્રજાપતિના હુકમ કરાયા છે.
આ ઉપરાંત મહુવાના પ્રાંત અધિકારી ડો.પંકજ વલવાઇ,
મુંદ્રાના કે.જી.ચૌધરી, અંજારના વી.કે.જોશી ઉપરાંત અમદાવાદના એડીએમ વાય.ડી.ગોહિલ, મહેસાણા, દિયોદર, ગાંધીનગર, ધનેરા, હિંમતનગર, પ્રાંતિજના પ્રાંત અધિકારીના હુકમ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ
સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભુકંપના આંચકાનું પ્રમાણ વધ્યુ છે.
સંભવિત કુદરતી આફતના સંકેત મળી રહ્યા છે તેની સામે રાજ્ય સરકારે આગોતરી તૈયારી શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ