10 દિ’ બંધ રહેલ બેડી યાર્ડ ધમધમતું થયું: હરાજી શરૂ

રાજકોટ માર્કેટિંગ યાર્ડની હડતાળના વિવાદનો અંત દસમાં દિવસે આવતા આજથી યાર્ડ ફરીથી ધમધમતુ થયું છે. યાર્ડમાં તમામ જણસીની આવક શરૂ થઇ છે અને હરાજી પણ શરૂ કરવામાં આવશે. દસ દિવસ પછી ખેડૂતોની વેપારીઓની અને મજૂરોની ચહલ પહલ જોવા મળી હતી. ગઇકાલે યાર્ડના સત્તાધીશો દ્વારા લાલઆંખો કરતા આંદોલન કારીઓએ હથિયાર હેઠા મુકી શરણાગતી સ્વીકારી યાર્ડની હડતાલ સમેટી લીધી હતી. 10 દિવસથી


ધૂળખાતો કપાસ, ઘાણા, મગફળી સહિતની જણસો હવે ધૂળ ખાતી બંધ થશે. યાર્ડના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરી હતી. બાદમાં હડતાળ સમેટાઇ ગયાની જાહેરાત જતા આજે નવી જણસીની આવક થઇ હતી. મજૂરોના
ચહેરા પણ રોજીરોટી થયાની શરૂ થયાની ખુશી જોવા મળી હતી.

રિલેટેડ ન્યૂઝ