રાજકોટમાં બેડી માર્કેટ યાર્ડની અંતે હડતાળ સમેટાઈ, 9 દિવસ બાદ હડતાળ સમેટાઈ આવતીકાલથી હરાજી શરૂ થશે

રાજકોટ: બેડી યાર્ડની હડતાળ 8 દિવસ બાદ સમેટાઈ ગઈ છે. આવતીકાલે સવારથી માર્કેટયાર્ડ શરૂ થશે. જેમાં હરાજી યોજવામાં આવશે. દલાલ મંડળના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે આ મામલે વાતચીત કરી હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. યાર્ડના સત્તાધીશોએ આકરું વલણ અપનાવ્યું હતું. જેની સામે દલાલ મંડળે શસ્ત્રો હેઠાં મૂકવાની પરિસ્થિતિ આવી ગઈ હતી. યાર્ડના સત્તાધીશોએ દલાલ મંડળના આગેવાનોને લાયસન્સ


રદ કરવાની ચીમકી આપી હતી. જેને લઇને દલાલ મંડળ કૂણું પડ્યું હતું અને હડતાળ સમેટી લીધી હતી. આ ઉપરાંત સત્તાધીશોએ દલાલ મંડળની ઓફિસમાં તાળું માર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ