ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેતા એટલાન્ટા ગાંધી ફાઉન્ડેશનના ચેરમેન

રાજકોટ તા,15
દેશનાં રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુના સિદ્ધાંતો સત્ય, અહિંસા તેમજ બ્રિટીશરો વિરુદ્ધની સવિનય કાનુન ભંગ જેવી અદભુત ચળવળ પરથી પ્રેરણા લઇ અમેરિકામાં કાળા-ગોરાનાં ભેદભાવ વિરૂદ્ધ ઐતિહાસિક આંદોલન ચલાવનાર ડો.માર્ટીન લ્યુથર કિંગ જુનિયરનાં હોમટાઉન એટલાન્ટા (અમેરિકા) ખાતે સ્થિત ગાંધી ફાઉન્ડેશન ઓફ યુ.એસ.એ.નાં ચેરમેન સુભાષ રાજદાન તેમના પત્ની રાજ રાજદાન તેમજ ફાઉન્ડેશનનાં ટ્રેઝરર મોસિન ભારમલ તા.13/14 ફેબ્રુઆરી રાજકોટની મુલાકાતે આવેલ. ગઈકાલ તા.14/02/2020નાં રોજ સદરહુ ડેલીગેશન રાજકોટ મેયર બિનાબેન આચાર્યની શુભેચ્છા મુલાકાતે આવેલ.
શુભેચ્છા મુલાકાત દરમ્યાન સુભાષ રાજદાનએ જણાવેલ કે, એટલાન્ટા ખાતેના કિંગ સેન્ટરનાં ફ્રીડમ હોલમાં પૂ. ગાંધીજીની પ્રતિમા અને અન્ય સ્મૃતિઓ રાખવામાં આવેલી છે.
આ પ્રતિનિધિ મંડળે મેયર સમક્ષ એવી રજૂઆત પન કરી હતી કે, અહીં રાજકોટમાં યોગ્ય સ્થળે એક રૂમ ફાળવવામાં આવે તો માર્ટીન લ્યુથર કિંગ જુનિયર અને ગાંધી બાપુના સૈદ્ધાંતિક અનુસંધાનથી વધુ ને વધુ લોકો પ્રેરિત થશે. ઉપરાંત અમેરિકા સહીત વિશ્વનાં અનેક રાષ્ટ્રનાં લોકો પ્રેરાશે અને ગાંધીજીના રાજકોટ સાથેના સંસ્મરણોથી લોકો વાકેફ થશે.
આ ડેલીગેશને પૂ. મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધેલ અને તેઓ ખુબજ પ્રભાવિત થયેલ.

રિલેટેડ ન્યૂઝ