સરનામા વગરની ‘જિંદગી’ને મળ્યો અમેરિકાનો મુકામ

“જીસકા કોઇ નહીં હોતા ઉસકા ખુદા હોતા હે યારો………

રાજકોટ તા. 15
રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રતિ બાલાશ્રમ હજારો હખિયારી દિકરી અને મહિલાઓના ચહેરાની રોનક બન્યફો છે અહીથી ઘણી બિચારી જીંદગીને પોતાનો સહારો મળ્યો છે ત્યારે અહીની જ એક સરનામા વગરની જીંદગીને અમેરીકાનો મુકામ મળ્યો છે એક વર્ષની દીકરી સ્તુતિનો યુએસની એક મહિલાએ દત્તક લીધી છે. અને આ આનંદના અવસરમાં કલેકટર સહભાગી થયા હતા.
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના આંગણે દત્તક સમારોહ ઉજવવામાં આવેલ હતી. સંસ્થાની સ્થાપના મોરબીના મહારાજા હરભમસિંહે 1907માં કરેલ હતી. સંસ્થાનો ઉદ્ેશ્ય સમાજના તરછોડાયેલ, ત્યજાયેલ બાળકોને આશ્રમ, હૂફ, પ્રેમ આપી સમાજમાં પુન:સ્થાપિત કરવાનો છે. આ ગરીમાને જાળવી રાખતા હાલ સરકાર અને બાળકલ્યાણ સમિતિ, ચાઇલ્ડ હેલ્પલાઇન, સંસ્થાના પારણામાં તેમજ પોલીસ મારફત બાળકોઆ સંસ્થામાં આવે છે.
એક વર્ષ પહેલા પારણામાં પ્રસાદી રૂપે આવેલ બાળકી સ્તુતિને જીલ્લા કલેકટર રમ્યા મોહનજી હસ્તે યુ.એસ.એ.ની એન્દ્રીડ મિશેલને શોપવામાં આવતાં હાજર મહેમાનો આનંદિત થયા હતા. સંસ્થાના પ્રમુખ હરેશભાઇ વોરાએ કામગીરીનો ચિતાર આપતાં સંસ્થાનાં અત્યાર સુધીમાં કુલ 4585 નવજાત બાળકો, અને શોષણનો ભોગ બનનાર 813 ગર્ભવતી બહેનોને આશ્રય આપેલ છે. આવેલ બાળકોમાંથી અનેક બાળકોનું દેશ અને પરદેશમાં પુન:સ્થાપન થયેલ છે. જીવન સાથે લડતાં જેવા કે કાંકરા, કાંટા, ઝાડી, ઝાંખર અને અવવારું જગ્યાએથી ગંભીર હાલતમાં મળી આવેલા બાળકોને પણ સારામાં સારી હોસ્પિટલમાં સારવાર આપીને સુખી સંપન્ન અને સંસ્કારી પરિવારોને દત્તક આપેલ છે. હાલમાં પણ બાળકોની સારવાર સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્5િટલમાં અપાય રહી હોવાની જાણકારી આપેલ હતી.
શુભ અવસરના સાક્ષી અને આજના પ્રસંગના મુખ્ય મહેમાન રાજકોટનાં કલેકટર રમ્યા મોહને ઉદ્બોધન આપતા જણાવેલ હતું કે, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની કામગીર સરાહાનીય છે. તેઓ પણ ભૂમિમાંથી સરકારત્મક ઉર્જા મેળવતા હોવાનું જણાવી ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામી, ડી.સી.પી.ઓ. શ્રીમીત્સુબેન, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી ચેરમેન રક્ષાબેન બોળિયા, તથા વરિષ્ઠ નાગરિકો ઇન્દુભાઇ વોરા, તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ એ હાજરી આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રાજુભાઇ કોઠારીએ કરેલ હતું.

રિલેટેડ ન્યૂઝ