56 મિલકતો ટાંચમાં લઇ 19 યુનિટ સીલ કરતું મનપા

શહેરના 18 વોર્ડમાં વેરા વિભાગ દ્વારા અવિરત રિકવરી ઝુંબેશ

રાજકોટ તા.15
મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂધ્ધ ગત માસથી ચાલુ કરેલ રીકવરી ઝુંબેશ યથાવત રાખી આજે પણ ત્રણેય ઝોનના 18 વોર્ડમાં સીલીંગની કામગીરી વહેલી સવારથી શરૂ કરી વધુ 19 યુનિટ સીલ કરી 56 મિલ્કતોને જપ્તીની નોટીસ ફટકારી હતી તેમજ રૂા.32.70 લાખની વસુલાત હાથ ધરી હતી.
વેરા વિભાગ દ્વારા વોર્ડ નં- 2 બજરંગવાડી વિસ્તારમાં 3- કોમર્શીય્લ યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં- 3 જંકશન પ્લોટ માં આવેલ 10-યુનિટને નોટીસ આપેલ અને રીકવરી રૂ.2,70,000/- વોર્ડ નં- 5 કુવાડવા રોડ પર આવેલ હેપી બેન્કવેટ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.3,77,000/- વોર્ડ નં- 6 જયંતીભાઈ ભુરાભાઈ ધરજીયાના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી 25,000/- સૂર્યોદય પ્લાસ્ટિકના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી 28,000/- વોર્ડ નં- 7 સદગુરુ આર્કેડમાં આવેલ કુલ -5 યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
ગોંડલ રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.3,81,000/- વોર્ડ નં.8 રાજનગરમાં આવેલ ડેકોર પ્લાઝા માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 1,32,000/-, અક્ષરમાર્ગ પર આવેલ મિનેશભાઇ જે. સોલંકી ના 5-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.5,10,000/-, અમીનમાર્ગ પર આવેલ બાન લેબ ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી 1,50,560/-, વોર્ડ નં- 9 બકરાણીયા દિલીપભાઈ ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી 1,29,820/- વોર્ડ નં- 10 રૈયા ચોકડી પાસે આવેલ બીપીનભાઇ સોમૈયા ના યુનિટ બાકી માંગણા સામે રીકવરી 47,880/-, વોર્ડ નં- 12, ઓમનગર વિસ્તારમાં 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,08,320/-, વોર્ડ નં- 13 વૈદવાડી વિસ્તારમાં 2-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.50,000/- ઉમાકાંત પંડિત ઉઘોગનગરમાં 3-યુનિટને નોટીસ આપેલ તથા રૂ.60,000 વસુલાત હાથ ધરી હતી.
ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં- 15 વરર્ધમાન ઇન્ડ. એરીયામાં 4- યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.3,31,000/- વોર્ડ નં- 17 પરમેશ્વર ઇન્ડ. એરીયામાં 5-યુનિટને જપ્તીની નોટીસ આપેલ. યોગેશ્વર ઇન્ડ. એરીયામાં 5-યુનિટને જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં- 18 કોઠારીયા રોડ પર કાંતાબેન પીપળીયા ના 7-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.4,00,000/- સે.ઝોન દ્વારા 9- મિલ્કતોને સીલ મારેલ,17-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીક્વરી રૂ.9,10,707/- વેસ્ટ ઝોન દ્વારા 7-મિલ્કતોને સીલ મારેલ,20-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રૂ. 11,60,320 વસુલાત હાથ ધરી હતી.
ઇસ્ટ ઝોન દ્વારા 3- મિલ્કતોને સીલ મારેલ,19 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.12,00,000/-/- આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 19-યુનિટને સીલ મારેલ, 56-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ રીકવરી રૂા.32.70 લાખ રીકવરી આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ