રાજકોટમાં 95136 વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપશે

રાજકોટ તા,15
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2020 દરમિયાન લેવામાં આવનાર ધો.10 અને ધો.12ની પરીક્ષાનો રાજકોટ જિલ્લાનો એકશન પ્લાન આજરોજ જિલ્લા કલેકટરના વડપણ હેઠળ આયોજિત પરીક્ષા સમિતિની બેઠકમાં ફાઈનલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં આ વર્ષે ધો.10માં કુલ 54579 જયારે ધો.12નાં સામાન્ય પ્રવાહમાં 31077 અને ધો.12 વિજ્ઞાાન પ્રવાહમાં 9480 વિદ્યાર્થીઓ મળી કુલ 95136 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
રાજકોટ જિલ્લામાં આગામી તા. 5 માર્ચ 2020 થી શરૂ થતી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાનાં એકશન પ્લાન જાહેર કર્યા બાદ શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યુ ંહતુ ંકે, જિલ્લામાં પરીક્ષાનો એકશન પ્લાન જાહેર થતા હવે બિલ્ડીંગ સુપરવાઈઝરની બેઠકોનો દોર શરૂ થસે તેમજ સુપરવિઝનની કામગીરી ગોઠવવાના મુદ્દે વ્યવસ્થાલક્ષી કામગીરી હાથ ધરશે પરીક્ષામાં ગેરરીતિને અંકુશમાં રાખવા માટે રાજકોટ જિલ્લાના ધો.10 અને ધો.12નાં તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ફરજીયાત રહેશે. રાજકોટ જિલ્લામાં ગયા વર્ષે 585 બિલ્ડીંગોમાં સીસીટીવી કેમેરા નહોતા જે એક વર્ષની મહેનત બાદ 100 ટકા કરવામાં આવ્યા છે.
તદઉપરાંત ધો.10માં ગોંડલના 11 અને ધો.12માં 9 બિલ્ડીંગ જયારે દેરડી અએને પડધરીમાં -2 મળી કુલ 19 બિલ્ડીંગો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે જયાં પોલીસ બંદોબસ્ત ગઠવાશે તેમજ વર્ગ-1ના અધિકારીઓનું મોનીટરીંગ રહેશે જયારે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં ધો.10 માં પડધરીમાં 4 અને ધો.12માં 2 ઉપરાંત ભાયાવદરમાં 3 તથા વિરપુરમાં 2 મળી કુલ 11 બિલ્ડીંગો જાહેર કરવામાં આવ્યા છે. જયાં વર્ગ-2ના અધિકારીઓનું મોનીટરીંગ રહેશે તદઉપરાંત જયાં ચોરીની સામાન્ય ફરિયાદો રહી છે. તેવા તકેદારી કેનદ્માંધો.10માં વીંછીયા,ખામટા, કોટડા સાંગાણી અને મોટા પાનેલીનાં મળુ કુલ 9 જયારે ધો.12માં 13 મળી કુલ 21 બિલ્ડીંગોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લાઓ ધો.10 અનેધો.12માં 5-5 ઝોનનો સમાવેશ થાય છે. રાજયભરમાં બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. તા.19નાં તમામ જિલ્લાના શિક્ષણાધિકારી સાથે બોર્ડના ઉચ્ચ અધિકારીઓની વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં પરીક્ષાને લગતી સુચનાઓ આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ