સુહાની રાત ઢલ ચૂકી મુકેશ-રફીના ગીતો ગુંજશે સિનિયર સીટીઝનો માટે શક્તિ ટ્રસ્ટ દ્વારા કાલે સંગીત સંધ્યા


રાજકોટ તા.14
ઉંમરના પડાવ પર પહોંચેલા વડીલોને આનંદીત કરવા અને ઢળતી સંધ્યાને શીત લહેરમાં માણવા માટે શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સીનીયર સીટીઝન્સ માટે દિલ સુંદર કરા ઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે.
શક્તિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ આયોજીત ગીતસંગીત સંધ્યા તા.15/2/20 ને શનિવારે સાંજે 5.30 કલાકે ઇવનીંગ પોસ્ટ પાર્ક પ્રભુકૃપા હોસ્પીટલની સામે આરડીસી બેંકની બાજુમાં યોજાશે.
જેમાં સીનીયર સીટીઝનો તથા ગીતસંગીત પ્રેમીશ્રોતાઓ માટે વિનામુલ્યે સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે. સંસ્થાના પ્રમુખ જયપાલસિંહ ઝાલા તથા આયોજક એન્કર નટુભાઇ બી.રાઠોડ તથા દિલસુંદર કરાઓકે મ્યુઝીકલ ગ્રુપનાં મુખ્ય સંચાલક/ગાયક દિલીપભાઇ સોની તથા તેના ગાયક વૃંદનાં કલાકારોમાં સર્વ નીરૂબેન ડાભી, પ્રવિણભાઇ ડાભી, કાશ્મીરાબેન ગંગદેવ, ભાવેશ વ્યાસ, ભરતભાઇ ઢાંકેચા, દિપકભાઇ કક્કડ, બીપીનભાઇ ચાવડા જેવા નામાંકીત ગાયકો દ્વારા સંગીત સંધ્યામાં જુના-નવા હિંદી ફિલ્મોનાં ગીતોની મહેફીલ યોજાશે તેમ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ