સર્વરોગ નિદાન સાથે રવિવારે નિ:શુલ્ક સારવાર

રાજકોટ તા,14
અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા બજરંગ મિત્ર મંડળ અને ભારતીય યાદવ મહાસભા દ્વારા જરૂરિયાતમંદ પરિવારના દર્દીઓ માટે તા.16ને રવિવારના રોજ સર્વરોગ નિદાન સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર કરવામાં આવશે.
‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા ડાંગર વિક્રમભાઈ રાઠોડ વિજયભાઈ, ધૈર્યભાઈ રાજદેવ, કે.ડી.કારિયા, પ્રવિણભાઈ ગેઢિયા, ધીરુભાઈ કોટક, રોહિતભાઈ કારિયા, કિશનભાઈ અને દિનેશભાઈ ચૌહાણે જણાવય્ુ હતું. રવિવારે સવારના 9થી 12 કલાક સુધી નિદાન સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ડો.હેમેન્દ્રભાઈ મહેતા આંખના દર્દીઓની, ડો.કેતનભાઈ ભીમાણી ચામડીના રોગ, લોહીના બગાડની, પાચનની નબળાઈના, સાંધાની, સ્નાયુની નબળાઈ, હઠિલા અસાધ્ય રોગોના દર્દીઓને તપાસી સારવાર કરશે તેમજ ડો.એન.જે.મેઘાણી હૃદય, છાતીમાં ધબકારા ઓછો પેશાબ થવો, અસાધ્ય રોગોના દર્દીઓને તપાસી ઈલાજ કરશે. ટ્રસ્ટ દ્વારા આંખ માટેના ચશ્મા, દવા સહિતની જરૂરિયાતવાળી વસ્તુઓ તદન નિ:શુલ્ક આપવામાં આવશે.
એક્યુપ્રેસર માટે રાજુભાઈ બુધ્ધદેવ, કિશોરભાઈ પારેખ, ગોરધનભાઈ લાલસેતા, સબ્બીરભાઈ ભારમલ, જયેશભાઈ રાણપરા, મનિષભાઈ વસાણી, અરજણભાઈ પટેલ, રત્નાબેન મહેશ્ર્વરી, દિનેશભાઈ આડેસરા, પ્રવિણભાઈ ગેરિયા, ભગવાનભાઈ મિસ્ત્રી, દિનકરભાઈ રાજદેવ વગેરે સેવા આપશે.

રિલેટેડ ન્યૂઝ