11 દીકરીઓ, સંતો-મહંતોના હસ્તે શિવ શોભાયાત્રાનું થશે પ્રસ્થાન

રાજકોટ, તા. 14
સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ શોભાયાત્રા નીકળશે. આગામી તા. 21ને શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સસ્મત સમાજ તથા સમસ્ત નાની-મોટી સંસથાને સમાજ દ્વારા અનુરોધ કરાયો છે. આ શિવ શોભાયાત્રા દ્વારા ધ્વજારોહણ, રુદ્રભિષેક, રૂટ પર ધ્વજા પ્રચાર, પ્રસાદ બેનર વગેરેના કાર્યક્રમ કરવામાં આવેલ છે. શિવ શોભાયાત્રા તા. 21ને શુક્રવારના રોજ બપોરે 2.00 વાગ્યે 11 દીકરીઓના સંતો-મહંતો તથા વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તથા દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીના હસ્તે શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના ફલોટ, સંતો, મહંતો માટે રથ વિવિધ પ્રકારના ફોર વ્હીલર તથા ટુ વ્હીલર તથા ડિજેના સથવારે વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરેથી મવડી ફાયરબ્રિગેડ, બેક બોન ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મલા રોડ, હનુમાન મઢી ચોક રૈયા રોડ, રૈયા ચોકડી થઇને રૈયાગામ દશનામ ગોસ્વામી સમાજનું સમાધી સ્થાને સાંજે 7.30 વાગ્યે મહાઆરતી મહાપ્રસાદ બાદ સમાપન કરવામાં આવશે. તેમ ‘ ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા ડો. મનીષગીરી ગાધીગીરી ગોસ્વામી, દિનેશગીરી હિરાગીરી, બળવંતગીરી ગજરાપુરી, રાજેશગીરી ઇશ્ર્વરગીરી, હર્ષીલગીરી સંજગીરી, ભાવેશપુરી મનસુખગીરી, જીતેન્દ્રગીરી કિશોરગીરી, મુકેશગીરી પ્રેમગીરી, અશ્ર્વિનગીરી જેન્તીગીરી એન નિલેશભારથી ભગવાનભારથીએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ