મોચી સમાજના એકલવીર, પાંચ દિકરીઓનું કરશે કન્યાદાન

પાંચ દિવસનું મૌનવ્રત અને દાતાઓએ માંગ્યા વગર વહાવ્યો દાનનો ધોધ

રાજકોટ તા.14
મન હોય તો માળવે જવાય અને સંકલ્પ કરેલ હોય તો વ્યક્તિ એકલો પણ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એકે હજાર એક કહેવત છે અને તેને ચિરર્થાત કરતું ઉદાહરણ રાજકોટમાં જોવા મળે છે. મોચી સમાજના એકલવીર દ્વારા સતત ચોથા વર્ષ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકલા હાથે લડી રહ્યા છે તેમજ આ એકલવીર દ્વારા સર્જીકલ સેવાઓ ફી, ટીફીન સેવા, ચકલાના માળાનું વિતરણ, પાણીના કુંડાનું વિતરણ, પાણીના પરબો, દવાખાને લઇ જવા તેમજ ઘર સુધી ફીમાં મુકી જવાની સેવા નખ કાપવાની સહિતની સેવા એકલા કરવામાં આવી રહી છે.
એક અનોખો મોચી એકલવીર જગદીશભાઇ એન.સરવૈયા દ્વારા થતી અવિરત સેવા કાર્યનું એક આગવું યોગદાન એટલે કે, પાંચ દિકરીઓના આ વિનામુલ્યે સમુહ લગ્ન આજના કપરા સમયમાં સામાન્ય જીંદગી જીવનાર માણસને ઘરે આવતો એક પ્રસંગે પણ કઠીન લાગતો હોય છે. એવી કઠીન પરીસ્થિતિ વેઠીને પણ એક અનોખો મોચી એકલવીર જગદીશભાઇ સરવૈયા જેવા ખૂબ ગરીબ અને સામાન્ય માણસનું આ જબરૂ સાહસ છે.
એક અનોખો મોચી એકલવીર સામાન્ય ગરીબ જગદીશભાઇ સરવૈયાએ પાંચ દીકરીઓના સમુહ લગ્ન પહેલાં પચાસ દિવસ સંપૂર્ણ મૌન વ્રત રાખ્યું હતું અને તે મૌન વ્રતના કારણે સમુહ લગ્નનું ભંડોળ તેમજ પાંચ દીકરીઓનો સંપૂર્ણ કરીયાવર ભેગો કરી આ સામાન્ય માણસે પાંચ દીકરીઓના પિતા સમાન બની આ જબરૂ કાર્ય કરી અનોખુ સાહસ પાર પાડેલ છે. જેને મોચી સમાજ કયારેય પણ ભુલી નહીં શકે એવું ઉમદા કાર્ય જગદીશભાઇએ કરી પાંચ દીકરીઓના નસીબનું ભાતુ ભેગુ કરેલ છે, એટલે કે દીકરીઓને ક્ધયાદાનમાં 94 વસ્તુઓ ભેગી કરેલ છે.
માંગલીક પ્રસંગોમાં જાન આગમન તા.16/2/2020 ને રવિવારે સવારે 6 કલાકે, હસ્તમેળાપ તા.16/2 ને સવારે 10.30 કલાકે, મહેમાન સ્વાગત તા.16/2 ને સવારે 10 કલાકે, ભોજન સમારંભ તા.16/2 બપોરે 11 કલાકે, કરીયાવર અર્પણ તા.16/2 ને બપોરે 2.00 કલાકે, જાન વિદાય તા.16/2 ને બપોરે 2.30 કલાકે યોજાશે.
એક અનોખો મોચી એકલવીર જગદીશભાઇ મોચીની ઓફીસ વિનોદનગર, આવાસ યોજના, કવાર્ટર નં.23, રૂમ નં.2318, પાણીના ટાંકા સામે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મો.નં.9574770742 છે. આયોજન સમિતિમાં પાંચ સભ્યો કિશોરભાઇ એમ.ચંદારાણા, દક્ષાબેન સરવૈયા, ભાવનાબેન પંડિત વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. આમંત્રીત મહેમાનોમાં સંતો-મહંતો, જ્ઞાતિના પ્રમુખો તથા આગેવાનો તેમને અભિનંદન અને આશીર્વાદ આપવા આ પ્રસંગે ખાસ હાજરી આપશે. સભાનું સંચાલન મંત્રી અરવિંદભાઇ વાળા તેમજ સત્સંગી સેવક, પત્રકાર મનસુખભાઇ પરમાર કરશે.

રિલેટેડ ન્યૂઝ