ધો.12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ

રાજકોટ તા,14
ધોરણ 12ની પ્રેક્ટીકલ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જેમાં 1.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યમાં 12 સાયન્સની પ્રેક્ટીકલ પરિક્ષાને લઈ 388 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. રાજકોટમાં 24 કેન્દ્રો પર 8581 છાત્રો પરિક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજથી ધો.12ની પ્રેકટીકલ પરિક્ષા શરૂ થઈ છે. જેતી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા કેન્દ્રીય લેવલથી લેવાની જાહેરાત કરવામા આવતા બોર્ડ દ્વારા એ મુજબ તૈયારી કરી છે.વિદ્યાર્થીઓની વાત કરવામા આવે તો, રાજકોટ જિલ્લામાં 8581 વિદ્યાર્થીઓ સહીત રાજ્યભરમાં 388 કેન્દ્રો પર 1.17 લાખ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે પરિક્ષા માટે તમામ લેબોરેટી પણ સુસજ્જ કરી દેવામાં આવી છે. જો વિદ્યાર્થી સંજોગોવાત પરિક્ષા ન આપી શકે તો 25 ફેબ્રુઆરી સુધીમાં અન્ય દિવસોમા પણ પરિક્ષા આપી શકે તે મુજબની વ્યવસ્થા વિભાગ દ્વારા કરવામાં આવી છે.
પરિક્ષા સુચારૂ રૂપે લેવાય અને વિદ્યાર્થીઓને સમસ્યાઓનો સામનો કરવો ન પડે તે માટે એક ક્લાસમાં બે નિરિક્ષકો અને લેબ શિક્ષક હાજર રહેશે. જેમાં એક નિરીક્ષકની નિમણુંક ડીઇઓ દ્વારા કરવામાં આવી છે. જ્યારે અન્ય નિરીક્ષકની નિમણૂંક સ્કુલ સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે. પ્રથમવાર પરિક્ષાના દિવસે જ વિદ્યાર્થીઓના માર્ક પોર્ટલ પર અપલોડ કરવાની વ્યવસ્થા બોર્ડે કરી છે.

રિલેટેડ ન્યૂઝ