ઓપન ફોર ઓપનિંગ ઓન્લી !

રાજકોટમાં છેલ્લા બે વર્ષથી ઢેબર રોડ ઉપર એસટી ડેપોના નવીની કરણનું જે કામ ચાલી રહ્યું છે તે કામ પાછળ રૂા 54 કરોડનું આંધણ કરવામાં આવ્યા પછી તા.25નાં રાજયના મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત એસટી ડેપોનું લોકાર્પણ થઈ જશે પરંતુ એસટી બસના પરીવહનની કામગીરી હજુ ચાલુ નહી થાય સંભવત: એકાદ મહિના પછી આ નવનિર્મતિ એસટી બસોમાં બસોનું આવન જાવન શકય બનશે તેવી વિગતો આજરોજ એસટી નિગમના અધિકારી સુત્રોએ જાહેર કરી હતી. લોકાર્પણને જોતા એવું લાગી રહ્યું છે કે માત્ર ઓપન ફોર ઓપનીંગ ઓન્લી જેવું થઇ રહેશે.
રાજકોટમાં એ સમગ્ર સૌરાષ્ટ્રમાં કેન્દ્ર સ્થાને આવેલું શહેર હોવાને લીધે અહી દરરોજ 2416 એસટી બસોનું આવન જાવન રહે છે. રાજકોટ ડિવિઝનની 600થી વધુ બસો હોવાથી દરરોજ હજુ આ એસટી ડેપોમાં મુસાફરો માટેની પુરતી સુવિધા ઉભી કરવાનું કામ બાકી છે તેથી તા.25નાં લોકાર્પણ બાદ તુરત જ એસટી બસોનું આવન જાવન શકય નહી બને ક્રમશ: એસટી ડેપોનું સ્થળાંતર કરવામાં આવશે. વધુમાં એક વિચાર એ પણ ચાલી રહ્યો છે કે શાસ્ત્રી મેદાનના એસટી ડેપોમાં સૌરાષ્ટ્ર તરફની એસટી બસો ચાલુ રાખવી જયારે અમદાવાદ વડોદરા અને સુરત તરફની એસટી બસોનું સંચાલન નવા એસટી બસ ડેપોથી તરફથી કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ