વિશ્વ વિક્રમ; કાગળથી બન્યો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ

રાજકોટમાં રચાયો વધુ એક ઈતિહાસ; નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજનું કર્યું લોકાર્પણ

રાજકોટ તા,24
રાજકોટના નામે વધુ એક ઈતિહાસ રચાયો છે. છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરીમાં તૈયાર થતા ફલેટ ઓફ યુનિટી તૈયાર થઈ જતા આજે નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિશ્ર્વનો સૌથી મોટો કાગળથી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્ર્વ વિક્રમ રચાયો છે.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ અને જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ઓરેગામીમાંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ નસ્ત્ર ફલેગ ઓફ યુનિટીનું અનાવરણ નાયબમુખ્યમંત્રી નિતીન પટેલે કર્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રી પટેલએ પ્રજાસત્તાક પર્વની રાજકોટવાસીઓને અભિનંદ પાઠવી જણાવ્યું હતું કે, અમારી સરકાર પ્રજાલક્ષી વિકાસકામો કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહી છે. વિશિષ્ટ પ્રકારના હજારો કાગળથી બનેલ રાષ્ટ્રધ્વજને બનાવનાર કલાકાર અને કલેક્ટરને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
કલેકટર રેમ્યા મોહને શાબ્દીક સ્વાગત બાદ જણાવ્યું હતું કે, સૌથી મોટું ફલેગ આપણે બનાવીને રેકોર્ડ માટેના પ્રયાસો થઇ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટ અંતર્ગત જાપાનીઝ કલા ઘશિલળશના ઉપયોગથી 40,573 કાગળના ટૂકડાઓને ગુંદર કે પીન જેવા કોઇ પદાર્થ/ સાધનનો ઉપયોગ વગર જ એકબીજા સાથે જોડી રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ પ્રોજેકટનું નિર્માણ આર્ટિસ્ટ વિરાજકુમારી જાડેજાના પ્રતિનિધિત્વમાં કરવામાં આવેલ છે જેમણે
અંદાજે 42 હજાર જેટલા ટુકડાઓ સાંકળી રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં 200 કલાક જેટલો સમયનું યોગદાન આપેલ છે.
“Flag of Unity’’નું કદ 9.99 ફુટ ડ6.66 ફુટ છે તેમજ તે 12.382 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવે છે. આ અદ્વિતીય રાષ્ટ્રધ્વજના નિર્માણમાં શાળાના બાળકો, દિવ્યાંગ તેમજ મનો દિવ્યાંગ બાળકોથી લઇ, વિધવા બહેનો, એનસીસી કેડેટસ, સીઆઈએસએફ પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારો, બ્રહમા કુમારીઝ વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઇઓ/ બહેનો મળી કુલ 26 હાજરથી વધુ લોકોએ 1000 વધુ માનવ કલાકોની ભાગીદારી નોંધાવી છે. જે તેના નામે નઋહફલ જ્ઞર ઞક્ષશિુંથથને સાથે કરે છે. અને આપણા દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને ઉજાગર કરે છે.

રિલેટેડ ન્યૂઝ