ફલાવર શો-ગાર્ડન એક્ઝિબીશન ખુલ્લું મૂકતા નાયબ મુખ્યમંત્રી

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની રાજકોટ ખાતે ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ

રાજકોટ તા.24
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ 2020ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આજરોજ સવારે 9 કલાકે રેસકોર્ષના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના મેદાનમાં ફ્લાવર-શો કમ ગાર્ડન એક્ઝિબીશન શહેરીજનો માટે ખુલ્લું મુકતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમને વિજયાબેન વાછાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહેલ.
આ ફલાવર-શોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને અવનવા ફૂલ છોડ, વન અને પર્યાવરણ સંબંધી સૌ માટે, ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે અત્યંત ઉપયોગી બની રહેશે. આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના આકર્ષણ હૈયાત ચીજવસ્તુઓ વિગેરેને ધ્યાને રાખી કરવામાં આવેલ છે. અંદાજે 70 પ્રકારના ફૂલછોડ, ફોલીયેઝ (રેઇનબો ઇફેક્ટ) પ્લાન્ટસ સર્કસ, હેંગીગ પ્લાન્ટસ તેમજ ફલાવર્સના પીલર વિગેરેથી સુશોભન કરવામાં આવેલ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ ફ્લાવર શો માં ચરખો કાંતતા મહાત્મા ગાંધીની કૃતિ, મીઠાના સત્યાગ્રહ, દાંડીકુચ, મહાત્મા ગાંધીના આફ્રિકાના પ્રવાસ (ટ્રેજેડી)ના સ્કલ્પચર્સ સાથોસાથ આયુર્વેદાવન (હનુમાનજીની પ્રતિમા) સાથોસાથ ફ્લાવર શોના મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ડોલ (ચણીયા ચોલી), હાર્ટ, મોર, ઘડો (કુંભ), હાર્ટ સાઈન, સાઈકલ ફ્લાવર્સથી સુશોભન, હેંગીગ બાસ્કેટ, હેંગીગ બાસ્કેટ, હેંગીગ પોર્ટ વિગેરે રાખવામાં આવેલ છે.
યુવા વર્ગ પોતાની તંદુરસ્તી જાળવી રાખે અને ખેલકુદને પ્રેરણા માળે તેવા રમત ગમતના સાધનોમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમીટન જેવી રમતોના સાધનોની મોટી પ્રતિમાઓને ફૂલોથી સજાવટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત બગીચાના પ્લોટને લગત પીલર્સ તેમજ ફ્લાવર સ્ટેન્ડમાં બાસ્કેટ દ્વારા હેંગીગ કરવામાં આવેલ છે.
દેશભરમાં પર્યાવરણ ઉજવણી તેમજ સ્વચ્છતાલક્ષી બાબતોમાં રાજકોટ અગ્રેસર હોઈ, સ્વચ્છતા તેમજ પ્લાસ્ટિક વપરાશ ઘટાડો અને તેને વિપરીત અસરોને તાદાત્મય આપવાના ભાગરૂપે પ્લાસ્ટિક / કાગળના બેગ વપરાશની કૃતિઓ, સાથોસાથ વેસ્ટમાંથી બેસ્ટમાં ઘર વપરાશની જૂની ચીજવસ્તુ (કપડા, અન્ય ચીજવસ્તુ)માંથી તેના સુશોભન અને ફૂલછોડથી સજાવટ કરવામાં આવેલ છે. માનવજીવનની પાયાની જરૂરિયાત પાણી છે.
દિવસે ને દિવસે પ્રદુષિત થતા જાય છે. અને તેનું મહત્વ સમજાવતા ફ્લોટ બોટ વિગેરે બનાવવામાં આવેલ છે.
આ ફ્લાવર શોની સાથો સાથ આધ્યાત્મિકતાને પણ મહત્વ આપતા બુધ્ધ પ્રતિમા મુકવામાં આવી છે. સાથો સાથ એન્ટીકકાર-સ્કુટરના ડિસ્પ્લેમાં મુકવામાં આવેલ છે. શહેરનું પર્યાવરણ સુધરે તેમજ તેનું મહત્વ સમજાવતા અર્બન ફોરેસ્ટ અને મિરર થીમના આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.
આ ફ્લાવર શોની સાથોસાથ શહેરના નગરજનોને ગાર્ડન ડેવલોપમેન્ટ અને સુશોભન માટે ગાર્ડન નર્સરી, એસેસરીઝ તેમજ વિવિધ વેરાયટીના ગાર્ડન ઓર્નામેન્ટલ પ્લાન્ટસના નર્સરી, વન્ય પેદાશ, અને સરકારના સાહસોના એકમોના સ્ટોલ રાખવામાં આવી રહ્યા છે. સાથોસાથ રંગીલા રાજકોટવાસીઓ માટે ફૂડસ્ટોલ પણ રાખવામાં આવેલ છે.
રાજકોટવાસીઓ માટે આ સમગ્ર પફલાવર-શોથ એક અનોખો અનુભવ બની રહેશે, જેમાં પ્રકૃતિને નજીકથી ઓળખવાની અને તેની ખૂબસૂરતીને માણવાની અદભૂત તક પ્રાપ્ત થશે. આ ફલાવર-શો તા.24/01/2020 થી તા.26/01/2020 એમ કુલ ત્રણ(03) દિવસ સુધી ચાલશે. આ પફલાવર-શોથ દરરોજ સવારે 9 થી 1 અને બપોરે 3થી રાત્રે 10 સુધી ખુલ્લો રહેશે.

રિલેટેડ ન્યૂઝ