શેરબજારમાં તેજી: સવારે બજાર ખૂલતાની સાથે ઉછાળો: સેન્સેક્સ 40,400ને પાર

રાજકોટ, તા.11
શેર માર્કેટમાં આજે ખુલતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો હતો. પીએસયૂ બેન્કોને છોડીને તમામ મુખ્ય સેક્ટરોમાં ખરીદારી જોવા મળી રહી હતી. નિફ્ટીમાં ઓટો ઇન્ડેક્સમાં 0.13 ટકા આઈટી ઈન્ડેક્સમાં 0.28 ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં 0.10 ટકા, પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સમાં 0.24 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સમાં 0.25 ટકા, ફાર્મા ઇન્ડેક્સમાં 0.16 ટકા મેટલ ઈન્ડેક્સમાં 0.42 ટકાના ઉછાળો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.11 ટકાના વધારા સાથે 31,195ની નજીક જોવા મળી રહી હતી.
એશિયાઈ બજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ટ્રેડ ડિલ પર હજુ પણ અનિશ્ચિતતાના કારણે ઞજ માર્કેટમાં બીજી દિવસે દબાણ જોવા મળી રહ્યુ છે. ગઈ કાલના કારોબારમાં ઉજ્ઞૂ 27 પોઈન્ટ ગગડ્યો હતો તો ગફતમફિ લાલ નિશાન પર બંધ થયો હતો. ચીને અમેરિકા પાસે 15 ડિસેમ્બરે લાગુ થનાર ટૈરિફને ટાળવાની માંગ કરી છે.
તો આજે મોડી રાત્રે વ્યાજ દરો પર ઞજ ઋઊઉ પર નિર્ણય આવવાનો છે. મોટા ભાગે વ્યાજ દર યથાવત રહેશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. 2020ની અર્થવ્યવસ્થાને લઈને ઞજ ઋઊઉની કમેન્ટ્રી પર બાજારની નજર રહેશે. આ બાજુ અછઅખઈઘની લીસ્ટીંગ પણ આજે થવાની છે. શેરોના ટ્રેડિંગમાં જઅઞઉઈં જઝઘઈઊં ઊડઈઇંઅગૠઊ પર શરૂ થશે. દુનિયાનો આ સૌથી મોટો ઈંઙઘ છે અને કંપની લગભગ 29.5 અરબ ડોલર એકઠા કરશે.
આ તમામ ગ્લોબલ સંકેતો વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટીએ તેજી સાથે શરૂઆત કરી હતી. મિડ અને સ્મોલકૈપ શેરોમાં ખરીદારી નજર આવી રહી છે. તેલ ગેસના શેરોમાં આજે ખરીદારી નજર આવી રહી છે.
બપોરે 3.15 વાગ્યે બજારમાં સેન્સેક્સ 189 અંક અપમાં 40,429 તથા નિફ્ટી 65 પોઈન્ટ ઉપરમાં 11921ના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ