હેલ્મેટ નાબૂદી કરાવી કોંગ્રેસે મેળવી ઝળહળતી ફતેહ: મનાવ્યો જશ્ન

શહેરી વિસ્તારોમાં પણ હેલ્મેટ ફરજીયાત પહેરવાના ત્રાસદાયી કાયદાનો પ્રચંડ વિરોધ કરી રાજકોટ શહેર કોંગ્રેસે જનતાની વેદનાનો સાર્થક પડઘો પાડી જબરી ફતેહ મેળવી હતી. રાજયની રૂપાણી સરકારે જનાક્રોશના ભાવી અને ભયંકર અંદેશા પારખીને આજે પારોઠના પગલાં ભર્યા હતા. રૂપાણી સરકારે આજે બોલાવેલી કેબીનેટની બેઠકમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાંથી હેલ્મેટ ફરજિયાતનો કાનૂન હળવો કરી મરજિયાત કરવાનો નિર્ણય કરવો પડયો હતો. રાજકોટ શહેર કોંગ્રેસે આ ઝળહળતી ફતેહનો ભારે આતેશબાજી કરી જશ્ન મનાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ