સ્પર્ધાત્મક પરીક્ષાઓના છાત્રોને સફળતા માટે માર્ગદર્શન

રાજકોટ તા. 4
કેરીયર કાઉન્સેલીંગ સેલ (યુ.જી.સી.) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપક્રમે સી.સી.ડી.સી. અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓ બેકીંગ, જીસ્લેટ, ટેટ/ટાટ, સીનીયર કલાર્ક, નેટ વગેરેની તાલીમ લેતાં છાત્રોને પરીક્ષામાં સફળતાનો લક્ષ્ય કેવી રીતે સિદ્ધ કરી શકાય તે માટે માર્ગદશીત કરવા જૂનાગઢનાં વતની અને છેલ્લા 25 વર્ષથી સ્વીટઝરલેન્ડ અને અન્ય દેશોમાં કોર્પોરેટ તાલીમમાં માહિર તજજ્ઞ નિષ્ણાંત તેવા આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફોર્મેશન કોચ નિશાબેન બુટાણી મારફત સીસીડીસીનાં 300 છાત્રોને નિ:શુલ્ક “પાવર ઇન યુ વિષયક કાર્યશાળામાં બપોરે 1 થી 5.30 ચાર થી વધુ કલાકની ઇન્ટર એકટીવ તાલીમ આપવામાં આવેલ હતી. આ કાર્યશાળાનાં ઉદઘાટન સત્રમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, કાર્યક્રમનાં ઉદઘાટક સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, સિન્ડીકેટ સદસ્યો ડો. ભાવિનભાઇ મેહુલભાઇ રૂપાણી, સિન્ડીકેટ સદસ્યો ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. ધરમભાઇ કાંબલીયા, ઇન્ડિયન મેડીકલ એશોશિએનનાં પ્રમુખ ડો. લાલસેતા, મંત્રી ડો. તેજસભાઇ કરમટા, એચ.આર.ડી..સી.ના ડાયરેકટર પ્રો. કલાધરભાઇ આર્ય, પ્રો. નિકેશભાઇ શાહ, ડો. ભરતભાઇ ખેર, ડો. ધારાબેન દોશી વગેરેએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ હતાં.
ઉદઘાટન સત્રમાં આઇ.એમ.એ.નાં પ્રમુખ ડો. લાલસેતાએ છાત્રોને ‘સ્કીલ ડેવલોપમેન્ટ’ સંદર્ભ માર્ગદર્શત કરેલ. કાર્યક્રમના ઉદઘાટક ડો. મેહુલભાઇ રૂપાણીએ “પાવર ઓફ યુ અને “પાવર ઇન યુ વિષયક નાના વિચારથી સફળતા સર કરવાનાં આયામો સંદર્ભ છાત્રોને માર્ગદર્શન આપેલ. કાર્યક્રમનાં અધ્યક્ષ કુલપતિ ડો. વિજયભાઇ દેશાણીએ ભગવદ ગીતાનાં સંદર્ભથી “સેલ્ફ કોન્ફીડન્સ અને “સેલ્ફ પાવર સંદર્ભ છાત્રોને માર્ગદર્શન આપતાં જણાવેલ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં છાત્રોને આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતાં તજજ્ઞ સ્પીકર નીશાબેન બુટાણીનાં કોર્પોરેટ ટ્રેનીંગ તથા વિદ્યાર્થીઓની ટ્રેનીંગનાં અનુભવનો લાભ લેવા અનુરોધ કરેલ હતો. મલ્ટીનેશનલ તજજ્ઞ નિશાબેન બુટાણીએ છાત્રોને કોન્ટેકસ, માઇન્ડ ગેઇમ, કોમ્યુનીકેશન સ્કીલ, પરફેકટ લીસનીંગ સ્કીલ, સેલ્ફ કોન્ફીડન્સ, ગોલ સેટીંગ, ટાઇમ મેનેજમેન્ટ વગેરે વિવિધ આયામોનાં સરળ સચોટ ઉદાહરણો અને છાત્રોને વિવિધ “માઇન્ડ ગેઇમ રમાડી સફળતા કેવી રીતે સિદ્ધ થઇ શકે તેની તાલીમ સતત ચાર કલાકનાં સેશનમાં આપી હતી. કાર્યશાળાનાં એક કલાક વિદ્યાર્થીઓ મારફત પુછાયેલા રસપ્રદ પ્રશ્ર્નો તથા મોટીવેશન અને ટ્રાન્સફોરમેશન ટેકનીક વિશે માર્ગદર્શીત કરાયેલા હતાં. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સી.સી.ડી.સી. સંયોજક ડો. નિકેશ શાહે, તજજ્ઞનો પરિચય ડો. ધારાબેન દોશીએ અને કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ભરતભાઇ ખેર મારફત કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ સીસીડીસીના સર્વ સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, સોનલબેન નિમ્બાર્ક, આશીષભાઇ કીડીયા, હીરાબેન કિડીયાએ જહેમત ઉઠાવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ