સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટે ખરા અર્થમાં નામ સાર્થક કર્યુ – કમલેશ મિરાણી

સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટનું સ્નેહમિલન યોજાયું
રાજકોટ તા.21
સામાજિક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે અવિરતપણે કાર્ય કરતી સર્જન ફાઉન્ડેશન સંસ્થાના ટ્રસ્ટીઓ, મેમ્બર્સ, શુભેચ્છકો અને દાતાઓનું નવા વર્ષ નિમિતે સ્નેહમિલનનું આયોજન સ્વરૂચી ભોજન સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના અધ્યક્ષસ્થાને અને મહામંત્રી દેવાંગભાઇ માંકડ, અતુલ પંડીત, વિનુભાઇ પરમાર, માધવભાઇ દવે, હેરભાસાહેબ, એઝાઝભાઇ બુખારી અને ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યુઝપેપર એડીટર કાઉન્સીલના ચેરમેન યશવંતભાઇ જનાણી, મંત્રી એચ.એ.નકાણી વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું.
સ્નેહમિલન સમારોહનું દીપ પ્રાગટય કરી કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું હતું કે, સર્જન નામ સાંભળતા જ કંઇક નવું સર્જન કરવાના ધ્યેય સાથે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના થયેલ છે અને મને ગૌરવ થાય છે કે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના વખતે પણ મારા હસ્તે ઉદ્દઘાટન થયેલ છે. આ તકે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિને બીરદાવેલ હતી. સર્જન ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિને તેમની દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના સાથે ગરીબ બાળકોને નવા કપડા તેમજ અબોલ જીવ પશુપંખી માટેની સરાહનીય કામગીરી કરવાની સાથે પ્રજામાં ધાર્મીકતા જળવાઇ રહે તેવા શુભ આશયથી ખુબ જ મોટુ અભિયાન કે ઘરેઘરે તુલસીમાતાના રોપાનું વિતરણ છોડમાં જ રણછોડ છે એ યુક્તિ મુજબ રાજકોટના જુદાજુદા વિસ્તારોમાં તુલસીના રોપાનું નિ:શુલ્ક વિતરણ કરીને ખરા અર્થમાં સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટનું નામ રોશન કરેલ છે. તે માટે સુરેશભાઇ પરમાર, રમાબેન હેરમા તથા તેમના સર્વે કમીટી મેમ્બર્સ અને સભ્યોને અભિનંદન પાઠવું છું.
આ સ્નેહમિલન સમારોહના આયોજનમાં પ્રમુખ સુરેશભાઇ પરમાર અને મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભાના માર્ગદર્શન હેઠળ ગુણવંતભાઇ ભટ્ટ, પ્રકાશભાઇ વોરા, હેમંતસિંહ ડોડીયા, દિવ્યાબેન રાઠોડ, નાથાભાઇ ડોડીયા, દિપાબેન કાચા, રેશ્માબેન સોલંકી, દેવયાનીબેન રાવલ, હર્ષીદાબેન કનોજીયા, શ્રધ્ધાબેન સીમેજીયા, સોનલબેન કાચા, હેતલબેન બારડ, દિલ્પાબેન મકવાણા, પલ્લવીબેન ચૌહાણ, મીનાક્ષીબેન લીંબાસીયા, રચનાબેન સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ