શહેરીજનોને વધુ એક ડામ, 47 સ્થળે બનશે પે એન્ડ પાર્કિંગ

રાજકોટ તા.21
રાજકોટ મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આવતીકાલે મળનાર છે. કમિશ્નર વિભાગમાંથી અલગ-અલગ પ્રોજેકટના ખર્ચની 26 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી અમીન માર્ગ ઉપર 150 ફૂટ રીંગરોડ કોર્નરના પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવા તેમજ અન્ય વધુ દરખાસ્ત પેવીંગ બ્લોક ફીટ કરવાની તથા વોર્ડ નં.18 અને 13 માં શાળા માટે બે નવા બીલ્ડીંગ બનાવવાની તેમજ શહેરમાં અલગ-અલગ સ્થળે ખુલ્લી જગ્યા ઉપર પે એન્ડ પાર્કીંગ માટે કોન્ટ્રાકટ આપવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં શહેરીજનોને વધુ 47 સ્થળે વાહન પાર્ક કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.
સ્ટે. કમીટીમાં રજૂ થયેલ દરખાસ્ત પૈકી પે એન્ડ પાર્કીંગ મુખ્ય દરખાસ્ત મંજુર અર્થે રજૂ કરવામાં આવી છે. જેના માટે અલગ-અલગ એજન્સીઓ દ્વારા ભાવ રજૂ કરાયા છે. હાલમાં ચાલુ તેમજ નવા 47 સ્થળે પે એન્ડ પાર્કીંગ શરૂ કરવામાં આવશે. જેમાં સર્વેશ્ર્વર ચોક, ત્રિકોણ બાગ, અખા ભગત ચોક, કેકેવી ચોકથી ઇન્દીરા સર્કલ, કેકેવી ચોકથી ઇન્દીરા સર્કલ, કેકેવી ચોકથી બીગ બજાર, બીઆરટીએસ રૂટ, માધાપર ચોકડી, ધનરજની બીલ્ડીંગથી જીલ્લા પંચાયત ચોક સુધી, બન્ને બાજુ, માધવ પાર્કીંગ કોઠારીયા ચોકડી, નીયર રીંગરોડ, બીઆરટીએસ ગોંડલ રોડ ચોકડી, હોમી દસ્તુર માર્ગ બંને સાઇડ, ઓપન પ્લોટ ઢેબર રોડ ભાગ-3, ઓપન પ્લોટ હુડકો કવાર્ટરની પાછળ, ફલાય ઓવર નીચે, ડી માર્ટ તરફ ગોંડલ રોડ, નાગરીક બેંક સામે, ઢેબરભાઇ રોડ કોર્નરનો પ્લોટ, કેકેવી ચોકથી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ બ્રીજ નીચેનો ભાગ સહિતના 17 સ્થળે પાર્કીંગ માટે પ્લોટ ફાળવવામાં આવશે.
શહેરમાં હાલમાં ચાલુ રહેલ ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન તરફથો ઉગમણી બાજુએ બ્રીજ નીચેનો ભાગ, ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન તરફથો આથમણી બાજુએ બ્રીજ નીચેનો ભાગ, મોચી બજાર કોર્ટથી પેટ્રોલપંપ રોડ, આલ્ફેડ હાઇસ્કુલથી ભાભા હોટલ, તનિષ્ક ટાવરથી માલવીયા ચોક, આરકેસીની દીવાલ રાધાક્રિષ્ન રોડ, જ્યુબેલી શાકમાર્કેટ, ઢેબરભાઇ રોડ ભાગ-2, ઢેબરભાઇ રોડ ભાગ-4, ગોવર્ધન ચોક, 150 ફૂટ રીંગરોડ, અટલ બીહારી વાજપાઇ ઓડીટોરીયમ સામેનો ઓપન પ્લોટ, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ બ્રીજ નીચેનો ભાગ, મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ ઇસ્ટ બાજુ નીચેનો ભાગ, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો આથમણી બાજુએ બ્રીજ નીચેનો ભાગ, રૈયા ચોકડીથી ઇન્દીરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ બ્રીજ નીચેનો ભાગ, રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ બ્રીજ તરફનો નીચેનો ભાગ, રૈયા ચોકડીથી ઇન્દીરા સર્કલ તરફનો આથમણી બાજુએ બ્રીજ નીચેનો ભાગ, પારડી રોડ કોમ્યુનિટી હોલની બાજુમાં વોર્ડ નં.17, સ્ટર્લીંગ હોસ્પીટલની બાજુમાં 150 ફુટ રીંગરોડ, ઓપન પ્લોટ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની બાજુમાં, ઓપન પ્લોટ સત્યસાંઇ હોસ્પીટલ રોડ, ઓપન પ્લોટ નહેરૂનગર 80 ફૂટ રોડ યોગેશ્ર્વર સોસાયટી, ઓપન પ્લોટ ટીપી 11 એફપી 46 વોર્ડ નં.18 સેન્ટ્રલ ઝોન, ઓપન પ્લોટ પંચાયતનગર ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, જાગનાથ મંદિર આગળનો ઓપન પ્લોટ, કાંતા સ્ત્રી વિકાસગૃહ ચોકથી કોર્પો. ચોક સુધી
રોડની બંને બાજુ, પીડીએમ કોલેજથી જુના જકાતનાકા, ગોંડલ રોડ સુધી બંને બાજુ સહિતના સ્થળોએ શહેરીજનોએ ફરી વખત પે એન્ડ પાર્કીંગના નામે ચૂકવણું કરવું પડશે.

રિલેટેડ ન્યૂઝ