બામણબોર ગામે કોળી પ્રૌઢે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટ તા,14
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા બામણબોર ગામે કોળી પ્રૌઢે અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવામાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ બામણબોર નવાપરા ગામે રહેતા ધીરુભાઈ હમીરભાઈ દલવાણિયા (ઉ.55) નામના કોળી પ્રૌઢે ગઈકાલે સાંજે પોતાના ઘરે પરિવારજનો કામે ગયા હતા ત્યારે પાછળથી પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના એએસઆઈ રાયધનભાઈ ડાંગર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે તેમણે આ પગલુ શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ