કડિયા બોર્ડિંગમાં મહિના પૂર્વે લેપટોપ ચોરી કરનાર બેલડીની ધરપકડ

રાજકોટ તા.14
શહેરના આકાશવાણી ચોકમાં આવેલ કડિયા બોર્ડિંગમાં ખુલ્લા રૂમમાં ઘુસી લેપટોપની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે દબોચી લઇ મહિના પૂર્વેની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આ અંગે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
મૂળ જામનગરના ધ્રોલ તાલુકાના ભેસદળ ગામનો અને હાલ આકાશવાણી ચોકમાં આવેલ કડિયા બોર્ડિંગમાં રહી ઇન્દિરા સર્કલ પાસે આવેલ રાજ ટાઈમ નામની ઓફિસમાં ડિઝાઈનર તરીકે નોકરી કરતા પાર્થ અશોકભાઈ ચોટલીયા નામના કડિયા યુવાને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 12-10-2019ના રોજ પોતે પોતાના ગામે ગયો હતો ત્યારે મિત્ર સાગરનો ફોન આવ્યો હતો અને પોતે જણાવ્યું હતું કે હું આવ્યો ત્યારે તારું લેપટોપ રૂમમાં હતું નીચે મિત્ર સાથે બેસવા ગયો ત્યારે દરવાજો ખુલ્લો હોય પરત આવ્યો ત્યારે લેપટોપ ગાયબ થઇ ગયું હતું.
જેથી બીજા દિવસે આવી તપાસ કરતા સીસીટીવીમાં એક શખ્સ લેપટોપ લઇ જતા નજરે પડ્યો હતો બાદમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને તેઓએ લેપટોપ ચોરતા બે શખ્સો વિવેક નરેન્દ્રભાઈ ચૌહાણ અને ગુલાબગિરિ રણછોડગીરી ગોસ્વામીને પકડ્યા હોવાનું જણાવતા ત્યાં જઈને જોતા પોતે પોતાનું લેપટોપ ઓળખી બતાવ્યું હતું આમ મહિના પૂર્વે 15 હજારના લેપટોપની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.

રિલેટેડ ન્યૂઝ