દિવાનપરામાં કાલે મા વાત્સલ્ય કેમ્પ યોજાશે

રાજકોટ તા,9
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા ભૂદેવ સેવા સમિતિ રાજકોટ દ્વારા તા.10ના રવિવારના રોજ સવારે 10:00 વાગ્યે બ્રહ્મપુરી, જૂની ખડપીઠ, દિવાનપરા, કોટક શેરી- 4, દિવાનપરા પોલીસ ચોકીવાળી શેરી રાજકોટ ખાતે માં વાત્સલ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પનું ધારાસભ્ય, રાજકોટ દ્વારા દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ મોલીયા – કાર્યકારી મેયરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેશે.
આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે સરકારના નિયમનુસાર વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 4.00 લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને માં વાત્સલ્ય કાઢી આપવામાં આવે છે. મા વાત્સલ્ય યોજના હેઠળ હૃદય ના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના ગંભીર રોગો, અકસ્માત ના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર(કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), ઘૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલ ની બીમારી ની કુલ 698 જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રાજકોટ શહેરની પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ એમ કુલ 40 હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.
આ કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા રાજકોટ ધનસુખભાઈ ભંડેરી – ચેરમેન, ગુજરાત મ્યુની.ફાયનાન્સ બોર્ડ., કમલેશભાઈ મીરાણી – પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ., નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), ગોવિંદભાઈ પટેલ – ધારાસભ્ય, લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્ય સહિતના હાજર રહેશે.
ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે મનુભાઈ ઉપાધ્યાય ટ્રસ્ટી બ્રહ્મપુરી હડિયાણા ચોવીશી ઝાલાવાડી બ્રહ્મસમાજ જનાર્દશનભાઈ આચાર્ય પૂર્વ પ્રમુખ ભુદેવ સેવા સમિતિ હાજર રહેશે.

રિલેટેડ ન્યૂઝ