ગુજરાત બંધના એલાનને રાજકોટ કરણીસેનાને સર્વે સમાજનો ટેકો

રાજકોટ તા,9
રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા 31 ઓકટોબરે 2019 રાપરમાં ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પર જે ખોટી એફઆઈઆર થઈ છે તેના વિરુધ્ધમાં સર્વ સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે જે પ્રેસ મીડિયાને સંબોધી અને કરણી સેના તરફથી 11 નવેમ્બર 2019એ ગુજરાત બંધમાં સમર્થન જાહેર કરેલ છે.
તેમજ રાષ્ટ્રીય રાજપુત કરણીસેના દ્વારા તા.15 ડીસેમ્બર 2019ના રોજ ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કરેલ છે. આ રેલીમાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જેનાથી ગૌહત્યા રોકી શકાય. એથ્રોસીટી એકટનો દૂર ઉપયોગ રોકવો અને ગિરફતારી ન કરવી જોઈએ અને એકટમાંથી કલમ 18એ (બિનજામીન) હટાવવી.
આરક્ષણની સમીક્ષા થવી જોઈએ. જેમાં સારક્ષણ જાતિગત આઘાત પર નહીં પણ આર્થિક આધાર પર થવી જોઈએ. જેથી દરેક જ્ઞાતિના ગરીબ પરિવાર તેનો લાભ મેળવી શકે. તેવા મુડાઓ આજે સર્વ સમાજ સાથે યોજાયેલી બેઠકમાં ટેકો આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ