નિષ્ફળ ‘નોટબંધી’ની NSUIએ કાઢી સફળ ‘શબયાત્રા’

રાજકોટ તા,9
નોટબંધીને ત્રણ વર્ષ પુરા થવા છતાં આજસુધી અર્થતંત્ર નબળુ જ પડ્યુ છે અને લોકો આજે પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે કથળતી અર્થવ્યવસ્થાને ધ્યાને લઈ એનએસયુઆઈ દ્વારા આજે રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી નોટબંધીની શબયાત્રા કાઢવામાં આવી હતી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દેશની અંદર વધી રહેલી બેરોજગારીની પાછળ મોદી સરકાર જવાબદાર છે. મોદી સરકારે પોતાના માટે ખર્ચા કરીને અર્થ વ્યવસ્થા બગાડી નાખી છે. ખોટા બુલેટ ટ્રેનના સપના દેખાડીને ઉદ્યોગપતિને ફાયદો કરાવ્યો છે. અત્યારે દેશ આખો મંદીના ભરડામાં છે ત્યારે મોદી સરકાર પોતાની મોજમાં વ્યસ્ત છે.
અર્થ વ્યવસ્થામાં મોદી સરકાર અસફળતા રહી છે ત્યારે અર્થ વ્યવસ્થાનો સત્યાનાશ વળી ગયો છે જ્યારથી મોદી સરકાર શાસનમાં છે આ પરિસ્થિતિ પાછળ અંબાણી અતને અદાણી પણ ભાગીદાર છે. સતત જી.ડી.પી. નીચે જવાથી અર્થવ્યવસ્થાની અર્થી નીકળી ગઈ છે. નોટબંધીથી અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થયું છે અને જીએસટીથી પણ વ્યાપારીને મોટુ નુકસાનકારક છે અને અર્થવ્યવસ્થાને શ્રદ્ધાંજલિ આપી છે અને બેરોજગારીનો દર પાછલા એક વર્ષમાં 6.83%થી વધીને 8.1% થઈ ગયો છે.
મોદી સરકારે દેશના મધ્યમવર્ગ અને ગરીબોની દશા ખરાબ કરી રહી છે ત્યારે આજરોજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓલ ઈન્ડિયાના એસએસયુઆઈની ડીલેગેટ આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ શહેરના એસએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા રાજકોટ જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખ રોહિત રાજપુત જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ