ઘંટેશ્વર ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં 1 મહિનો લોકોને પસાર ન થવા અંગે સીપીનું જાહેરનામું

રાજકોટ તા.9
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા ડિસેમ્બર મહિનામાં પોલીસ અધિકારીઓ-જવાનો માટે ફાયરિંગ પ્રેક્ટિસ હોવાથી ઘંટેશ્વર ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં કોઈ વાહનચાલક, રાહદારી કે માલધારીઓને પસાર ન થવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેર જનતાની સલામતી માટે સૂચન કરવામાં આવ્યું છે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા દર્શાવ્યા મુજબ રાજકોટના ઘંટેશ્વર એસઆરપી જૂથ 13 ખાતે બફેલ રેન્જમાં તારીખ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એમ એક મહિના અધિકારી અને જવાનોનું ફાયરિંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ફાયરિંગ બટ વિસ્તાર તેમજ આજુબાજુના ખુલ્લા વિસ્તારમાં વાહનચાલકો, રાહદારીઓ કે કોઈ માલધારીઓને ઢોર લઈને નીકળવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે માટે આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે

રિલેટેડ ન્યૂઝ