અયોધ્યાના ચુકાદા પૂર્વે રાજકોટ પોલીસનો સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત

હૈ તૈયાર હમ : સદીઓ જુના અયોધ્યા કેસના ચૂકાદાની ‘સાઈડ ઈફેક્ટ’ ન થાય તે માટે રાજકોટ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ‘ફલેગમાર્ચ’ કરી હતી. વિરાટ કાફલા સાથે પોલીસ ફૌજે ફલેગ માર્ચ થકી જાહેર જનતાને સંયમ (માપ)માં રહેવાનો ઈશારો કરી દીધો હતો. અયોધ્યા ચૂકાદાના પગલે રાજકોટના તમામ પોલીસકર્મી અફસરોને સ્ટેન્ડ ટુ રખાયા છે અને સોશિયલ મીડિયા સહિત તમામ બાબતે વિશેષ વોચ રાખવા જણાવાયું છે. શાંતિમય રાજકોટમાં કોઈ નાહકનો કાંકરીચાળો ન કરે તે માટે પોલીસતંત્રએ વ્યાપક નેટવર્ક ગોઠવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ