8 લાખની લાંચના ગુનામાં 3 મહિનાથી ભાગેડું ભરવાડ આગોતરા સાથે રજૂ થતા ધરપકડ

રાજકોટ તા.8
જેતપુરના ડીવાયએસપી જે એમ ભરવાડે હથિયારના ગુનામાં અન્ય કોઈના નામો નહિ ખોલાવવા અને આરોપીને માર નહિ મારવા અંગે 8 લાખમાં સેટિંગ કર્યા બાદ 3 ઓગસ્ટ તેમના વતી કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ 8 લાખ સ્વીકારતા જ એસીબીએ દબોચી લઇ ભરવાડ સામે ગુનો નોંધતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા બાદમાં ધોરાજી સેસન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે આગોતરા રદ કર્યા હતા અને ભાગેડુ જાહેર કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે આગોતરા મંજુર કરતા આજે તેઓ રાજકોટ એસીબી સમક્ષ રજૂ થતા નિવેદન નોંધી ધરપકડની કાર્યવાહી કરી જામીન ઉપર છુટકારો કરવામાં આવ્યો હતો.
જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ત્રણેક મહિના પૂર્વે એક શખ્સને હથિયાર સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો તેની પાસે અન્ય આરોપીઓના નામ નહિ ખોલાવવા અને માર નહિ મારવા અંગે ડીવાયએસપી જે એમ ભરવાડે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી જે રકઝકને અંતે 8 લાખમાં સેટિંગ થયું હતું પરંતુ આરોપી વતી સેટિંગ કરનાર શખ્સને લાંચ આપવી મંજુર ન હોય જેથી તેણે આ અંગે રાજકોટ એસીબીમાં ફરિયાદ કરતા એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નજીક હાઇવે ઉપર હોટલ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને 3 ઓગસ્ટના રોજ સાંજે ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલ સોનારા ત્યાં લાંચ લેવા આવ્યો હતો અને 8 લાખ હાથમાં લીધા બાદ પૈસા આવી ગયા હોય તે અંગે ડીવાયએસપી ભરવાડને ફોન મારફતે જાણ કરતા જ એસીબીના સ્ટાફે વિશાલને દબોચી લીધો હતો બાદમાં ભરવાડને પકડવા દોડધામ શરુ કરી હતી દરમિયાન ધોરાજી સેસન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને અમદાવાદના સોલા નજીકથી તેમની વર્દી સાથે કાર રેઢી મળી આવી હતી ધોરાજી કોર્ટે ભરવાડને અંતે ભાગેડુ જાહેર કર્યા હતા ત્યાર પછી સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન મંજુર કરતા તેઓને રાહત મળી હતી અને આજે રાજકોટ એસીબી સમક્ષ રજૂ થતા એસીબીના અધિકારી ગોહિલસાહેબ સહિતના સ્ટાફે નિવેદન નોંધી ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કર્યા હતા 3 મહિનાથી ભાગતા ફરતા અધિકારીને અંતે રાહત મળી છે.

રિલેટેડ ન્યૂઝ