શહીદ ભરતભાઈ નેચડાની યાદમાં સ્મારક બનાવી શ્રદ્ધાંજલિ આપતા અધિકારીઓ

શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ અશ્વિનભાઈ નેચડાને ગત તારીખ 3 માર્ચ 2016ના રોજ ફરજ દરમિયાન સ્થાનિક ગુનેગારોએ છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી જે શહીદ ભરતભાઈ અશ્વિનભાઈ નેચડાની યાદમાં તેઓ જ્યાં અભ્યાસ કરતા હતા તે વિરાણી હાઈસ્કૂલ ખાતે તેમનું સ્મારક ઉભું કરવામાં આવ્યું છે તેમના સ્મારક ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સૈની, એસીપી જી એસ બારીયા, એસીપી ક્રાઇમ, એસ આર ટંડેલ સહિતના તમામ એસીપી, તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ, શહીદના પરિવારજનો, વિરાણી હાઈસ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

રિલેટેડ ન્યૂઝ