રાજકોટ પોલીસની પાસા ક્ષેત્રે સેન્ચુરી ચાલુ વર્ષે 100 ઈસમોને પાસામાં ધકેલી દીધા

રાજકોટ તા.21
રાજકોટ શહેરમાં ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે રાજકોટ પોલીસે 10 1મહિનામાં 00 ઈસમોને પાસા તળે જેલભેગા કરી દીધા છે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી પીસીબી શાખાએ પાસા વોરંટ બજવણીની યશસ્વી કામગીરી કરી છે.
શહેરમાં ગુનેગારોને ડામી દેવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આરોપીઓ સામે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે દરમિયાન વર્ષ 2019ની એટલે કે ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો 10 મહિનામાં જ 100 આરોપીઓ સામે પાસા ઇસ્યુ કરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે જેમાં મારામારી, ચીલઝડપ, વાહનચોરી, ઘરફોડ ચોરી, છેતરપિંડી, ગેરકાયદેસર હથિયાર, લૂંટ, મોબાઈલ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ 72 ઈસમોને અને દારૂના ગુનામાં સંડોવાયેલ 28 બુટલેગરોનો સમાવેશ થાય છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી પીસીબીના પીઆઇ એસ એન ગડુ, રાજેન્દ્રકુમાર દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, અજયકુમાર શુક્લા, ઇંદ્રજીતસિંહ શીશોદીયા, રાહૂલગિરી ગોસ્વામી સહિતના સ્ટાફે યશસ્વી કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ