દિકરીઓની નિ:શુલ્ક શિક્ષણ યોજનાની ગ્રાન્ટની રકમમાં છબરડા

રાજકોટ તા,21
રાજ્યના બિન આદિજાતિ વિસ્તાર,આદિજાતિ વિસ્તાર અને ખાસ અંગભૂત યોજના હેઠળના વિસ્તારમાં ધો.9થી12ની વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણ આપવાની યોજના અંતર્ગત સરકાર દ્વારા ચુકવાતી ગ્રાન્ટની રકમમાં વિસંગતતા હોવાની ફરિયાદ કરવામા આવી છે.
ધો.9થી12ની ગ્રાન્ટેડ નિભાવ અનુદાન લેતી તેમજ ફી વિકલ્પવાળી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને વિના મુલ્યે શિક્ષણ પુરૂ પાડવા બાબતે થયેલા સરકારના પરિપત્રમાં ફીની વિગતોમાં વિસંગતતા હોવાની રજૂઆત ડીઈઓ તથા કમિશનર ઓફ સ્કૂલની કચેરી અને શિક્ષણ વિભાગને કરવામા આવી છે.
અમદાવાદ શહેર સેક્ધડરી અને હાયર સેક્ધડરી સ્કૂલ વહિવટી કર્મચારી સંઘ દ્વારા રજૂઆત કરવામા આવી છે કે ફી બાબતમાં વિસંગતતા હોવાથી વહિવટી કર્મચારીઓને ખાતાવહીમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. સત્ર દીઠ નક્કી કરાયેલી જુદી જુદી ફીમાં જે ખરેખર સરકાર દ્વારા ગ્રાન્ટમાં રકમ ચુકવાય છે તેની સામે જે ખરેખર મળવા પાત્ર રકમ છે તે વધુ છે.
સ્કૂલોને મફત શિક્ષણ આપવા માટે વિદ્યાર્થિનીઓ પાસેથી ફી ન લેવા ગ્રાન્ટ અપાય છે ત્યારે ચાલુ વર્ષની 2019-20ના વર્ષ માટે દરેક સ્કૂલને ગ્રાન્ટ આપવાની હોવાથી ડીઈઓ દ્વારા સ્કૂલો પાસેથી નક્કી કરાયેલી ધોરણ દીઠ અને સત્રદીઠ તેમજ અન્ય ફી સાથેની વિગતો ભરી આપવા પરિપત્ર કરાયો છે.
પરંતુ વહિવટી કર્મચારી સંઘ દ્વારા રજૂઆત કરવામા આવી છે કે જો જે તે ધોરણમાં ક્ધયા નાપાસ થાય અને તે પુન:પ્રવેશ મેળવે ત્યારે નાપાસ ક્ધયાઓની શિક્ષણ ફી લેવાની થાય છે. જેનો ઉલ્લેખ સરકારના પરિપત્ર કરાયો નથી.ધો.11-12માં ઉદ્યોગ ફીમાં વિસંગતા છે. 50 રૂપિયા સત્ર દીઠ છે કે વાર્ષિક છે તે બાબતે પણ સ્પષ્ટતા નથી.

રિલેટેડ ન્યૂઝ