છાત્રોની ક્ષમતા કરતાં વધુ પ્રવેશ આપનાર શાળાની તપાસ થશે

100થી વધુ શાળાઓ બોર્ડના રડારમાં
રાજકોટ તા. 21
રાજ્યની કેટલીક હાઈસ્કૂલોએ નિયમ કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. જેને લઈ આવી માન્યતા વિના વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હશે તેવી સ્કૂલોની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોય તેવી સ્કૂલોમાં ખાસ તપાસ હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
હાલમાં રાજ્યની 100 કરતા વધુ સ્કૂલો બોર્ડના રડારમાં છે જેમાં ખાસ તપાસ કરવાની જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે સ્કૂલોમાં પાંચ વર્ગની મંજૂરી હોય તેમાં મહત્તમ 300 જેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે તેમ છતાં ઘણી સ્કૂલોમાં 400 કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ બોર્ડની પરીક્ષામાં ભરાતા હોવાની વિગતો બોર્ડને ધ્યાનમાં આવી છે. જેથી આવી સ્કૂલોમાં તપાસ કરવાની ડીઈઓને બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ધો.10ની પરીક્ષા માટે 56 જેટલી નોન

ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી અને સાયન્સમાં પણ 35 જેટલી સ્કૂલોમાં 400 કરતા વધુ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાયા હોવાનું બોર્ડને ધ્યાને આવ્યું હતું. જેથી આવી સ્કૂલોની તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ