કાલે બેંક હડતાલ ; કર્મચારીઓના ધરણાં-દેખાવ

દિવાળી ટાંણે જ હડતાલથી વેપારીઓની મુશ્કેલી વધશે ; કરોડોના નાણાકીય વ્યવહાર અટકશે
રાજકોટ તા,21
રાજકોટ સહિત રાજ્યભરમાં આવતીકાલે બેંક યુનિયન દ્વારા અપાયેલ હડતાલના એલાનના પગલે આજે બેંક કર્મચારીઓ દ્વારા ધરણા-દેખાવ કરવામાં આવ્યા હતા. દિવાળીના તહેવાર ટાણે જ બેંક હડતાલના કારણે નાણાકિય વ્યવહાર ઠપ્પ થઈ જશે તેના કારણે વેપારીઓને મુશ્કેલી પડશે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોસિએશન દ્વારા આવતીકાલે દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. હડતાળના સમર્થનમાં દેશભરની 10 જેટલી બેંકો ના કર્મચારીઓ જોડાશે. આ હડતાળને રાજ્યના મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિયેશન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. તો હડતાળને પગલે આજે કર્મચારીઓ દ્વારા ધરણા – દેખાવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો આરબીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બેન્કિંગ સેક્ટરમાં કરવામાં આવી રહેલા બદલાવનો કર્મચારીઓ અને બેંક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જેમાં બેન્ક મર્જરનો વિરોધ, બેન્કિંગ રીફોર્મનો વિરોધ, લોન રિકવરી માટે કડક કાયદો બને, ડિફોલ્ટર્સ સામે કડક પગલાં લેવા, જુદા જુદા ચાર્જીસના નામે ગ્રાહકોને હેરાન ન કરવા, સર્વિસ ચાર્જમાં કરાયેલા વધારા પાછા લેવા, ડિપોટીઝ પર ઈન્ટ્રેસ્ટ રેટ વધારવામાં આવે તેવી માંગો કરવામાં આવશે. દિવાળીનો તહેવાર નજીક છે એવામાં હડતાળને પગલે રાજ્યની 10 બેંકોની 1230 શાખાઓમાં કરોડોની લેવડ દેવડ અટકશે.

રિલેટેડ ન્યૂઝ