મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતા બમણું થવાનો અંદાજ

સારો વરસાદ થવાના કારણે ચાલુ વર્ષે 30.19 લાખ ટન મગફળી પાકવાની ધારણા
રાજકોટ તા.21
આ વર્ષે સારા વરસાદને કારણે ગુજરાતમાં મગફળીનું 30.19 થવાની ધારણા રાખવામાં આવી રહી છે. જે ગત વર્ષના 14.15 લાખ ટનની સામે બમણાથી પણ વધારે ગણાવી શકાય તેમ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસિએશન સોમા દ્વારા આજે રાજકોટ ખાતે પાક પાણીના અંદાઝ રજુ કરાયા હતા. ગુજરાતમાં ગયા વર્ષે 14.61 લાખ હેકટર વિસ્તારની સામે આ સાલ કુલ 15.52 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જે જોતા વાવેતર વિસ્તારમાં ખાસ વધારો ન હોવા છતાં આ વખતે પાકમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે મગફળીના ટેકાના ભાવ 1018 નકકી કર્યા હોય ખેડુતોને ઉંચી કિંમત મળશે કે કેમ? તે પ્રશ્ર્ન સર્જાયો છે.
પત્રકારોને માહિતી આપતાં સોમા ના પ્રમુખ સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ આટલો પાક થયો છે. ત્યારે ખેડુતોને સારા ભાવ મળી રહે તે જરુરી છે. જો કે મંદીનો માહોલ જેવા પ્રશ્ર્નો છતાં પાકનો નિકાસ થાય તે જોવાનું રહ્યું. આ પ્રસંગે તેમણે સીંગતેલ અને અન્ય તેલોના લેખાજોખા કરતાં જણાવ્યું હતું કે સીંગતેલ, તલ તેલ, કોપરેલ જેવા તેલ આરોગ્ય પ્રદ છે. જયારે અન્ય સસ્તા તેલો કરતા સીંગતેલનો વપરાશ વધુ થાય છે જરુરી છે. પ્રતિવર્ષ વિધે 1ર મણનાં ઉતારા સામે આ વરસમાં વિધે 1પ મણ મગફળીના પાકનો ઉતારો આવવાની ધારણા વ્યકત કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યુ હતું કે કૃષિ આવક મણનો રૂા 800 ગણવામાં આવે તો પણ 13પ અબજની રેવન્યુ ગણી શકાય આ કુદરતનું પેકેજ ગણાવી શકાય. તેલના ભાવ કેટલા ઘટશે? તે પ્રશ્ર્નના જવાબમાં સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે ભાવનો આધાર ડીમાન્ડ અને સપ્લાય ઉપર આધારિત છે.
સીંગતેલમાં લોકોની જાગૃતિને કોરણે હવે ભેળસેળ ઘટી હોવાનું તેમણે સ્વીકાર્યુ હતું. તૈયાર ફરસાણ ટોટલ પામોલીન તેલમાં બનતા હોય સરકારે તેને અટકાવવા પગલા ભરવા જોઇએ તેમ પણ તેમણે ટકોર કરી હતી. ખેડુતો હવે મગફળી વાવા તરફ વળ્યા હોય ડોમેસ્ટીક તેલનો વપરાશ વધે તે જરુરી ગણાવી સમીરભાઇએ જણાવ્યું હતું કે આપણા મુખ્ય હરિફ અમેરિકા અને ચાઇના કે જેને સીઝન આપણા કરતાં એક મહિનો વહેલી છે ત્યાં રોનું વધારે વાવેતર છે? તે જોઇ અહીં તે પ્રમાણે પાક લેવાય તે માટે ખેડુતોને શિક્ષિક કરવા પણ તેમણે સુચન કર્યુ છે.

રિલેટેડ ન્યૂઝ