શેરબજારમાં તેજીનો માહોલ યથાવત્: સેન્સેક્સ 469 અંક વધ્યો

રાજકોટ,તા.17
શેરબજારમાં આજે દિવસની શરૂઆતમાં નજીવી વધ-ઘટ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ +20.37 અંક એટલે કે 0.053% ટકા વધીને 38,619.36 પર ટ્રેડ થયો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 11.50 પોઈન્ટના ઘટાડા સાથે 11,452.50 પર ટ્રેડ થઇ હતી.
ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 6 પૈસાનો વધારો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.38 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.44 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
બપોરે 3.15 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 469 પોઈન્ટ એટલેકે 1.22 ટકાની તેજી સાથે 39,068ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો નિફ્ટીના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં 133 પોઈન્ટ એટલેકે 1.16 ટકાના ઉછાળા સાથે 11,597ના સ્તર પર કારોબાર કરી રહ્યી હતી.

રિલેટેડ ન્યૂઝ