સપ્તાહની શરૂઆતમાં શેરબજાર અપમાં: સેન્સેક્સમાં 190 અંકનો વધારો નોંધાયો

રાજકોટ: શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં આજે સવારે નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 49.20 અંક એટલે કે 0.13% ટકા ઘટીને 38,077.88 પર ટ્રેડ થયો હતો. તો બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 3.20 પોઈન્ટના ઘટાડા સાથે 11,301.85 પર ટ્રેડ થઇ હતી. સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 14 પૈસાનો વધારો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 70.88 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.02 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો. બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 190 પોઈન્ટ ઉછળીને 38,322 તેમજ નિફ્ટી 54 અંક ઉપરમાં 11,359 પર ટ્રેડ થયા હતા.

રિલેટેડ ન્યૂઝ