શેરબજારમાં તેજી: સેન્સેક્સ 637 અંક ઉછળ્યો

રાજકોટ, તા.9
દિવસની શરૂઆતમાં શેરબજાર નજીવા વધારા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના 31 શેરોના સંવેદી સૂચકાંક સેન્સેક્સ 18.12 પોઇન્ટ (0.48%) વધીને 37,550.12 તેમજ નેશનલ સ્ટોક માર્કેટ (એનએસઇ)ના 50 શેરનો સૂચકાંક નિફ્ટી 2.50 પોઈન્ટના ઉછાળા સાથે 11,128.90 અંક પર ટ્રેડ થયા હતા. બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 16 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.18 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.02 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
બપોરે 3.15 વાગ્યે સેન્સેક્સ 637 પોઈન્ટ ઉછળીને 38169 તેમજ નિફ્ટી 184 અંક ઉપરમાં 11310 પર ટ્રેડ કરી રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ