સિદસર ઉમિયા મંદિરના નવનિયુક્ત પ્રમુખ જેરામ વાંસજાળિયાનું ક્લબ યુવી દ્વારા સન્માન

સફળ આયોજન બદલ કલબ યુવીની 108ની ટીમનો આભાર માનતા ડાયરેકટરો
રાજકોટ તા.9
શહેરના સેક્ધડ રીંગરોડ પર કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતાની મહાઆરતી બાદ ગઇકાલે અંતિમ દિવસે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી અને મેગા ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના ડાયરેકટરો અને સ્પોન્સર પરીવારોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉમિયા માતાજી મંદિર સીદસરના નવા વરાયેલા પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં નવમાં નોરતે મેગા ફાઇનલ યોજાયો હતો. મેગા ફાઇનલમાં વેલડ્રેસ પ્રિન્સેસ ચિલ્ડ્રન ભાલોડી ખુશી, ખાનપરા વિશ્ર્વા, વેલડ્રેસ પ્રિન્સ ચિલ્ડ્રન કાલરીયા ખુશ, દલસાણીયા નિશર, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે વાછાણી યશ્વી, સંતોકી ઇશા ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે કાલરીયા રાજ, દલસાણીયા કીર્તન, વેલડ્રેસ પ્રિન્સેસ કાલરીયા, હેત્વી, વાછાણી રાજવી, વેલડ્રેસ પ્રીન્સ કાલરીયા દિપેન, રજોડીયા નિર્ભય, ગોવાણી રાજ, પ્રિન્સેસ તરીકે કાલરીયા ક્રિશા, હિંગરાજીયા ધ્રુતી, ચાંગેલા ધારા, પ્રિન્સ તરીકે બુટાણી રાજ, ધુલેશીયા બ્રિજેશ, રામાણી ધવલ વિજેતા રહ્યા હતા. નવમા નોરતે કલબ યુવીની 108 ની ટીમે માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.
કલબ યુવી નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે બાનલેબ, હાઇબોન્ડ સિમેન્ટ, કલાસીક નેટવર્ક, વરમોરા ગ્રુપ, ઇટાલીકા, ટી-વીલા, એરાકોન, મોરબી એસો., આઇરીસ ફલોરા, પ્રેમજી વાલજી જવેલર્સ, સનહાર્ટ, ફેવરીટો, ધ ગ્રીન મુન, સ્પીડવેલ હાઇટસ, અલ્ડારાડો, સિનર્જી હોસ્પીટલ, ઉમિયા મોબાઇલ, એકવા ગેઇટ, સનફોર્જ, એન્જલ પંપ, ડેકોરા ગ્રુપ, રામોસ ગ્રુપ, હાઇકોન, ગેલેકસી સ્ટેમ્પીંગ, મેટ્રો પોલ, વુડ ઓપ્શન, હોમમાઇકા, જે.ડી.કાલરીયા, ઓરકેવ ફાર્મા, જી-હીટ, જેટ ગ્રેનેટો, જસદણ સિરામીક, જી.વી.સુતરીયા, ગેલેકસી ઇવેન્ટ સહિતના સ્પોન્સરોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કલબ યુવી નવરાત્રી રાસોત્સવના અંતિમ દિવસે કલબ યુવીના વા.ચેરમેન સ્મિતભાઇ કનેરીયા, એમ.ડી.મહેન્દ્રભાઇ ફળદુ તથા ડાયરેકટરો જીવનભાઇ વડાલીયા, એમ.એમ.પટેલ, મનુભાઇ ટીલવા, કાંતિભાઇ ઘેટીયા સહિતના હોદ્દેદારોએ સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા કલબ યુવીના કોર કમીટી મેમ્બરો તેમજ કલબ યુવીની 108 ની ટીમની કાર્યશક્તિને બીરદાવી હતી. નવરાત્રી મહોત્સવની અનેરી ઉજવણીની સાથોસાથ નવા સંબંધો અને પારીવારીક માહોલનું માધ્યમ પણ કલબ યુવી બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ