ભૂલથી ‘નીલ’ લખાયું હોય તો પણ GST રિટર્નમાં અરજી થઈ શકશે

રિફંડ માટે કેન્દ્રીયબોર્ડ દ્વારા પરિપત્ર જાહેર
રાજકોટ તા,9
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં વેપારીએ-કરદાતાએ રિફંડ મેળવવાનું હોય પરંતુ તે માટેની અરજીમાં ભૂલથી ગઈંક લખાઈ ગયું હોય તેવા કિસ્સામાં હવે પોર્ટલ પર અરજી કરીને રિફંડ મેળવી શકાશે. રિફંડ મેળવવામાં વેપારીઓને પડતી મુશ્કેલી દૂર કરવાના આશયથી તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ સરક્યુલર જારી કર્યો છે.
આમ, રિફંડ મેળવવા માટે સુધારો કરીને પોર્ટલ પર ફરીથી અરજી કરવાની સુવિધા પૂરી પાડવાને પરિણામે કરદાતાઓને રિફંડ મેળવવામાં વધુ સરળતા રહેશે. અત્યાર સુધી જીએસટીમાં રિફંડ મેળવવાનું હોય અને ભૂલથી નીલ લખાઈ ગયું હોય તેવા કિસ્સામાં કરદાતાઓએ ડિપાર્ટમેન્ટની ઓફિસે જવું પડતું હતું અને મેન્યુઅલી અરજી કરીને રિફંડ મેળવવાની પ્રોસેસ હાથ ધરવી પડતી હતી.
ગઈંક રિફંડ લખાઈ ગયેલી અરજી રિજેક્ટ કરાવવાની પ્રોસેસ કરાવવા અને નવી અરજી કરીને જરૂરી સુધારા કરાવવા માટે કરદાતાઓએ ડિપાર્ટમેન્ટમાં ધક્કા ખાવા પડતા હતા અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે સીબીઆઈસીએ પોર્ટલ પર સુધારા માટેની અરજી કરવાની વ્યવસ્થા કરવાને લીધે કરદાતા જૂની અરજી રદ કરાવવા માટે ડાયરેક્ટ પ્રોસેસ કરી શકશે રિફંડ મેળવવામાં વધુ સુગમતા રહેશે.અને રિફંડ ક્લેઈમ કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ સુપરત કરવાના રહેશે. અધિકારી ડોક્યુમેન્ટની

સ્ક્રૂટિની કરીને યોગ્ય લાગે તો રિફંડ ક્લેઈમનો ઓર્ડર કરશે.
આ હેતુસર કરદાતાએ બે શરતોનું પાલન કરવાનું રહેશે. ચોક્કસ કેટેગરીમાં ચોક્કસ સમયગાળા માટે નીલ રિફંડ ક્લેઈમ માટેની અરજી ફાઈલ કરવી આવશ્યક છે. 2. આ સમયગાળા માટે રજિસ્ટર્ડ કરદાતાએ -1માં તે કેટેગરીમાં રિફંડ કલેઈમ કર્યો ન હોવો જોઈએ.

રિલેટેડ ન્યૂઝ