કેકેવી સર્કલ હાઇ લેવલ ઓવરબ્રિજની ડિઝાઇન ફાઇનલ, ટેન્ડર પ્રક્રિયા શરૂ

રાજકોટ-કાલાવડ વચ્ચેનો વાહન વ્યવહાર ડાયરેક્ટ થઇ જતાં ટ્રાફિક સમસ્યા હલ થશે

નાનામવા અને રામદેવપીર સર્કલ ઓવરબિજ માટે રિ-ટેન્ડર કરાશે

રાજકોટ શહેરમાં સતત વધતી જતી ટ્રાફિક સમસ્યના ઉકેલ માટે મહાનગરપાલીકા દ્વારા ખાસ કરીને 150 ફુટ રીંગરોડ ઉપર આવતા સર્કલો ઉપર ઓવરબ્રીજ બનાવવાની શરુઆત કરવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ વ્યસ્ત રહેતા કેકેવી સર્કલ ઓવરબ્રીજની ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટેની કાર્યવાહી છ માસ પહેલા હાથ ધરવામાં આવેલ. જે પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળેલ છે. કેેકેવી સર્કલ ખાતે હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા આગામી સોમવારે હાથ ધરવામાં આવશે. જયારે નાનામવા અને રામદેવપીર સર્કલ ખાતેના ઓવરબ્રીજ બાટે રીટેન્ડર કરાશે.
શહેરના મધ્યમાંથી પસાર થતા 150 ફુટ રીંગ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ
ઘટાડવા માટે કેકેવી સર્કલ, રૈયાસર્કલ, મવડી સર્કલ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. પરંતુ કાલાવડ તરફથી અને જામનગર તેમજ ગોંડલ તરફથી રીંગરોડ - 2 ઉપર ડ્રાયવર્ટ થતા ટ્રાફિકનું ભારણ થતું હોય કેકેવી સર્કલ ખાતે અન્ડરબ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ. ક્ધસલન્ટન્ટના રીપોર્ટ મુજબ કેકેવી સર્કલ ખાતે ભુગર્ભમાં વધુ પથ્થર હોય બ્લાસ્ટીંગની જરૂરીયાત ઉભી થઇ હતી. પરંતુ આજુબાજુ મોટી ઇમારતો હોવાના કારણે બ્લાસ્ટીંગ થઇ શકે તેમ ન હોવાથી ફરજીયાત કેમીકલ બ્લાસ્ટીંગ કરવું પડે તેમ હતું. જે કોસ્ટલીં હોવાના કારણે આ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવેલ અને કેકેવી ચોક ખાતે આવેલ ઓવરબ્રીજ ઉપરથી હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ. જેના માટે ક્ધસલન્ટન્ટની નિમણુંક તેમજ બ્રીજની ડીઝાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થઇ ગયેલ હોય હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
મનપાના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટથી કાલાવડ તેમજ જામનગર અને ગોંડલ તરફ કાલાવડ રોડ ઉપર થઇને જતા તમામ વાહનો માટે હાઈલેવલ ઓવરબ્રીજ આશીર્વાદ રૂપ બનશે.કોટેચા ચોકથી શરુ થઇનેમનપાના સ્નાનાગાર સુધી હાઈલેવલ ઓવરબ્રીજ તૈયાર કરવામાં આવશે. ક્ધસલન્ટન્ટના રીપોર્ટ મુજબ હાલ ઓવરબ્રીજ બનાવવા માટે કાલાવડ રોડ ઉપર બંને સાઈડ નિયમ મુજબ જગ્યા હોવાના કારણે
સાઈડમાં આવતી મિલકતોનું કપાત નહીં થાય. ક્ધસલન્ટન્ટનો રીપોર્ટ અને ડીઝાઈન તેમજ બ્રીજ માટેનું એસ્ટીમેન્ટ સહિતની કાર્યવાહી હાલ પૂર્ણ કરવામાં આવી છે અને ફાઈલ કમિશ્નરને સુપ્રત કરવામાં આવી હોય સોમવારે કમિશનરના આદેશ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડરના નિયમ મુજબ બીડની કામગીરી ઝડપથી પૂર્ણ કરી બ્રીજનું કામ ઝડપી શરુ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જાણવા મળેલ છે.

બે બ્રિજ ઝડપથી બની જશે

મહાનગરપાલિકાએ કેકેવી સર્કલ ખાતેના હાઈલેવલ ઓવરબ્રીજ માટેની ટેન્ડર પ્રક્રીયા શરુ કરી છે અને સાથોસાથ નાનામવા અને રામદેવપીર ચોક ખાતેના ઓવરબ્રીજ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરી છે. કમિશનર વિભાગમાંથી જાણવા મળેલ મુજબ અગાઉ બંને બ્રીજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. પરંતુ ઉંચા ભાવ આવવાના કારણે રીટેન્ડર કરવું જરૂરી હોય આગામી સોમવારે સંભવત: બંને બ્રીજના રી-ટેન્ડર પણ કરવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા ઝડપી બનાવી ઝડપથી બ્રીજની કામગીરી શરુ થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવશે.

જડ્ડુ’સ સર્કલના બ્રિજ માટે ધમધમાટ શરૂ

રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર ત્રણ સ્થળે બ્રીજ બનાવવા માટે મહાનગરપાલીકાએ ટેન્ડર પ્રક્રીયા હાથ ધરી છે. જેની સાથોસાથ કાલાવડ રોડ ઉપર આવેલ જડુસ સર્કલ ખાતે અગાઉ ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ. જેના માટે ક્ધસલન્ટન્ટનો રીપોર્ટ આવી જતા તેનો અભ્યાસ કર્યા બાદ મહાનગરપાલીકાએ જડુસ સર્કલ ઉપર ઓવરબ્રીજ બનાવાનો નિર્ણય લઇ ત્રણે બ્રીજની સાથોસાથ જડુસ સર્કલ બ્રીજ માટે પણ ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ