સૌરાષ્ટ્રની રસીના 77 હજાર ડૉઝનું રાજકોટમાં ‘ઉતરાણ’

એરપોર્ટ પર ઉત્સવ જેવો માહોલ: સંગીતના સથવારે રસીનું સ્વાગત

6 જિલ્લાના 344 સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ પર વેક્સિન સપ્લાય કરાશે

તમામ સાધનોના તાપમાન અને તમામ વેક્સિનના સ્ટોકનું 24ડ7 ઓનલાઇન મોનિટરીંગ

કોરોનાની મહામારીમાં માનવજાતે ઘણું ગુમાવ્યું છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હીંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. 16-01-2021 ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે આજરોજ રાજકોટ એરપોર્ટ ખાતે રાજકોટ રિજિયન માટે કૂલ 77,000 ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ
છે.દેશના પ્રધાનમંત્રીશ્રીની ઉતકૃષ્ટ ભાવના હતી કે દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે. જે ગર્વની બાબત છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે રાજકોટ ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે રાજકોટ અને આસાપાસના વિસ્તારોના લોકોમાં હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સધન અને સુચારૂ આયોજન કરાયું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આજે સવારે લગભગ 77,000 જેટલા કોરોના વેકસીનના ડોઝ આવ્યા છે જેનું વિભાગીય નિયામકની કચેરી ખાતે ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન 2ઓ થી લઈને 8ઓ સે.
જેટલું જાળવી રાખવામાં આવે છે. રાજકોટ રિજિયન ખાતે આવી પહોંચેલા કૂલ 77,000 ડોઝ પૈકી રાજકોટ જિલ્લા પંચાયતને કુલ 9,000 ડોઝ, રાજકોટ મહાનગરપાલિકાને કુલ 16,500 ડોઝ, જામનગર જિલ્લા પંચાયતને કુલ 5,000 ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ 9,000 ડોઝ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતને કુલ 4,500 ડોઝ, પોરબંદર જિલ્લા પંચાયતને કુલ 4,000 ડોઝ, મોરબી જિલ્લા પંચાયતને કુલ 5,000 ડોઝ, કચ્છ જિલ્લા પંચાયતને 16,000 ડોઝની ફાળવણી કરવામાં આવશે.ઉપરોક્ત જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવામાટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
વેક્સિનેશનના
પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્ય્ કર્મીઓને વેકસીન આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમા 10 સ્થળોએ તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર રિજીયનમાં કૂલ 344 જેટલા કેન્દ્રો નક્કી કરાયા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળના 101 કેન્દ્રો, જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના 56 કેન્દ્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના 32 કેન્દ્રો, પોરબંદર જિલ્લા પંચાયતના 20 કેન્દ્રો, મોરબી જિલ્લાના 42 કેન્દ્રો, ભુજ જિલ્લા પંચાયત ખાતે 93 સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ ઊટઈંગ સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે અત્રેની કચેરી ખાતે એક વેક્સીન વાન છે અને તમામ જિલ્લા અને મહાનગર પાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, પોલીસ કમિશ્રનરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ
અધિકારી અનિલ રાણાવાસિયા, મ્યુનિસિપલ કમિશ્રનર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા, વિભાગીય નિયામક આરોગ્ય ડો. રૂપાલી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા અગ્રણીઓ બિનાબેન આચાર્ય, વી.પી.વૈશ્નવ, વિભાગીય ફાર્માસીસ્ટ આર. કે ડોબરીયા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કયા જિલ્લા માટે કેટલી રસીના ડોઝ?
ક્રમ કચેરીનું નામ સપ્લાય કરવાનો જથ્થો
1 રાજકોટ જિલ્લા પંચાયત 9000 ડોઝ
2 રાજકોટ મહાનગરપાલિકા 16500 ડોઝ
3 જામનગર જિલ્લા પંચાયત 5000 ડોઝ
4 જામનગર મહાનગરપાલિકા
9000 ડોઝ
6 દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત 4500 ડોઝન
6 પોરબંદર જિલ્લા પંચાયત 4000 ડોઝ
7 મોરબી જિલ્લા પંચાયત 5000 ડોઝ
8 કચ્છ જિલ્લા પંચાયત 16000 ડોઝ
રસીનું આગમન એક યાદગાર ક્ષણ: કલેકટર રેમ્યા
મોહન
રસીના આગમનને જિલ્લા કલેકટર રેમ્યા મોહને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટમાં આજે સવારે સાત વાગ્યે હવાઈ માર્ગે કોવિશિલ્ડ વેકિસનનું આગમન તયું છે.
આ એક યાદગાર ક્ષણ છે. તેમણે ઉમેર્યુ હતું કે રાજકોટથી વેકસીનનું સૌરાષ્ટ્ર કચ્છના ક્ષેત્રમાં તમામ જિલ્લામાં વિતરણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ