60 કરોડના કૌભાંડમાં મંડળી સંચાલક ત્રિપુટી વધુ ચાર દિવસના રિમાન્ડ પર

રામેશ્ર્વર શરાફી મંડળીના સંચાલકોએ થાપણદારો સાથે કરેલી છેતરપિંડી પ્રકરણમાં

- મંડળીના ડિરેકટરો વતી ઠરાવમાં ચેરમેન જ બોગસ સહી કરતો હોવાની તપાસ તેમજ નાણાંની રિકવરી માટે રિમાન્ડ અરજી મંજૂર કરતી કોર્ટ

રામેશ્ર્વર શરાફી મંડળીના 4200 થાપણદારોના 60 કરોડ ચાંઉ કરી જવાના ગુનામાં ઝડપાયેલા મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજરના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર કરતો કોર્ટ હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શ્રીમદ ભવન ખાતે રામેશ્ર્વર શરાફી સહકારી મંડળી ચલાવતા મંડળીના ચેરમેન સંજય દુધાગરા, વાઈસ ચરેમન ગોપાલ રૈયાણી અને મેનેજર
વિપુલ વસોયા સામે થાાપણદારોના 60 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જે રિમાન્ડ



પૂર્ણ થતા વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડની માગ સાથે ત્રણેય આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં રિમાન્ડ અરજી ચલાવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષોની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ
મંડળીના ડિરેકટરો વતી ઠરાવમાં ચેરમેન જ બોગસ સહી કરતો હોવાની તપાસ અને 41 થાપણદારોના 60 કરોડની રીકવરી માટે ત્રણેય આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી.તરીકે જિલ્લા સરકારી વકિલ સંજય વોરા રોકાયા હતા.





રિલેટેડ ન્યૂઝ