172 હેર સલૂન, મોલમાં કોરોના ટેસ્ટીંગ: 9 સુપર સ્પ્રેડર્સ મળ્યા

ગ્રાહકોમાં સંક્રમણ રોકવા મહાપાલિકા દ્વારા તમામ વોર્ડમાં ચેકિંગ ઝુંબેશ

બીગ બજાર, રીલાયન્સ મોલના કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરી હેલ્થ કાર્ડ અપાયા: હેર સલૂનના સંચાલકોને હેલ્થ કાર્ડ આપવાનું શરૂ: ત્રણ દિવસમાં 907 લોકોનું સ્ક્રીનિંગ અને 626 લોકોનું ટેસ્ટિંગ

શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોનું તેમજ બીગ બજાર તથા રિલાયન્સ મોલના ડીલીવરી બોય/ગર્લનું અને આજે ડી-માર્ટ (ક્રિસ્ટલ મોલ, કુવાડવા રોડ, ગોંડલ રોડ અને લાલપર્ક) ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોના કેમ્પમાં કુલ 252 લોકોના સ્ક્રીનીંગ અને 172 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 03 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા, બીગ બજાર અને રિલાયન્સ મોલ ખાતેના કેમ્પમાં કુલ 512 લોકોના સ્ક્રીનીંગ અને 346 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 05 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમજ આજે ડી-માર્ટ ખાતેના કેમ્પમાં કુલ 143 લોકોના સ્ક્રીનીંગ અને 108 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 01 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં દિવસે-દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે. દરરોજ કોરોનાના પોઝિટીવ કેસમાં વધારો થતાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના
ટેસ્ટીંગની કામગીરી વધુ તેજ બનાવી ડોર ટુ ડોર હેલ્થ ચેકીંગની સાથોસાથ સૌથી વધુ ગ્રાહકોમાં સંક્રમણ ફેલાવતા હોય તેવા વેપાર ધંધા ઉપર કામ કરતાં લોકોનું ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છ.ે જે અંતર્ગત આજરોજ બીગ બજાર, રિલાયન્સ મોલ તેમજ અલગ અલગ હેર સલૂનમાં સંચાલકો તેમજ ત્યાં કામ કરતાં કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરતા 8સુપર સ્પ્રેડર્સ મળી આવ્યા હતા. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કોરોનાના કેસમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ટીમના 800થી વધુ કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર હેલ્થ ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ 104 સેવા, ધન્વંતરી રથ અને કોરોના ટેસ્ટીંગ બૂથ ઉપરલોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ પોઝિટીવનો આંકડો 90ને પાર થઈ રહ્યો છે અને તેમાં સતત વધારો થતાં ગત સપ્તાહે મ્યુનિ. કમિશ્નરે જ્યાં દરરોજ વધુ ગ્રાહકો આવતા હોય તે પ્રકારની
કરિયાણાની દૂકાનો અને ડેરીઓના સંચાલકો તેમજ ત્યાં કામ કરતાં કર્મચારીઓના હેલ્થ ચેક કરવાનો આદેશ આપેલ. જે કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે બિગ બજાર, રિલાયન્સ મોલ, ડી-માર્ટ સહિતના શોપીંગ મોલમાં દરરોજ હજારોની સંખ્યામાં ગ્રાહકો ઉમટતા હોય ત્યાં કામ કરતાં કર્મચારીઓનું હેલ્થ ચેકીંગ કરવું ફરજીયાત હોય આજથી ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા બિગ બજાર, રિલાયન્સ મોલમાં કામ કરતાં કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરના તમામ હેર સલૂનમાં પણ આરોગ્યની ટીમ દ્વારા ટેસ્ટીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા આજે બીગ બજાર, રિલાયન્સ મોલમાં કર્મચારીઓનું હેલ્થ ચેકીંગ કરવામાં આવતા ચાર કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પરિણામે તમામને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ બાબતે આરોગ્ય અધિકારી પંકજ પી. રાઠોડે જણાવેલ કે, શોપીંગ મોલમાં દરરોજ હજારો ગ્રાહકો ઉમટતાં હોય છે. પરિણામે ગ્રાહકોમાંથી મોલના કર્મચારીઓને ચેપ લાગી જવાનો ભય ઉભો થાય છે. જ્યારે કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને પણ ચેપ લાગી જતો હોય આથી 512 લોકોના સ્ક્રીનિંગ તેમજ 346 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવતા 5 પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.

3 દિવસમાં 1533 લોકોનો સ્ક્રીનિંગ-ટેસ્ટિંગ
આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસમાં ક્ષોરકર્મ કારીગરો તેમજ બીગ બજાર, રિલાયન્સ મોલના ડીલીવરી બોય અને સેલ્સ ગર્લનું સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી
બીગ બજાર, રિલાયન્સ મોલ ખાતે 512 લોકોનું સ્ક્રીનિંગ અને 346 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવતાં 5 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે ક્ષોરકર્મ કારીગરોના કેમ્પમાં 252 લોકોના સ્ક્રીનિંગ અને 172 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવતા 4 પોઝિટીવ કેસ આવ્યા હતા. આથી તમામ 9 દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન તેમજ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ